રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે સોમવારે શપથ ગ્રહણ કરનારા અશોક ગેહલોતની સંપત્તિમાં પાંચ વર્ષ દરમિયાન 4.74 કરોડનો વધારો થયો છે. 2013માં ગેહલોતની સંપત્તિ 1.69 કરોડ રૂપિયા હતી, આ વખતે તેમણે 6.44 કરોડ રૂપિયા સંપત્તિ જાહેર કરી છે.
2/4
જયપુરઃ રાજસ્થાનની 15મી વિધાનસભાના નવા ચૂંટાયેલા 199 ધારાસભ્યોમાંથી 158 કરોડપતિ છે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં આ સંખ્યા 145 હતી. ADRના રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસના 99માંથી 82 અને બીજેપીના 73માંથી 58 ધારાસભ્યોની સંપત્તિનું મૂલ્ય એક કરોડ રૂપિયાથી વધારે છે.
3/4
આઈટી રિટર્નમાં કુલ સંપત્તિ જાહેર કરનારા ધનાઢ્યોમાં પરસરામ મોરડિયા ટોચ પર છે. તેમની કુલ સંપત્તિ 172 કરોડ રૂપિયા છે. જ્યારે ઉદયલ આંજનાએ 107 કરોડ રૂપિયા પ્રોપર્ટી હોવાનું જણાવ્યું છે. 59 ધારાસભ્યોએ તેમની શૈક્ષણિક યોગ્યતા પાંચ પાસથી 12મું પાસ જણાવી છે, જ્યારે 129 ધારાસભ્યોની શૈક્ષણિક યોગ્યતા સ્નાતક કે તેનાથી ઉપર છે. સાત ધારાસભ્યોએ ખુદને માત્ર સાક્ષર ગણાવ્યા છે.
4/4
199 ધારાસભ્યોમાંથી 46 પર કેસ નોંધાયેલા છે. રાજ્યમાં 200 વિધાનસભા સીટ ધરાવતી વિધાનસભાની 199 સીટો માટે મતદાન યોજાયું હતું. એડીઆરના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.