નવી દિલ્હીઃ ગુરુવારે રાત્રે કેન્દ્રીય કેનિબેટની મળેલી બેઠકમાં બેંક કાતામાં અઢી લાખ રૂપિયાથી વધારે જમા થયેલી બેહિસાબી રકમ પર 60 ટકા જેવો ટેક્સ લાગુ કરવા માટે કાયદામાં સુધારા કરવા અંગે ચર્ચા થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. બેન્કોમાં ઝીરો બેલેન્સવાળા જન ધન ખાતામાં બે જ સપ્તાહમાં ૨૧,૦૦૦ કરોડ રૂપિયા જેવી જંગી રકમ જમા થઈ ગઈ હોવાના અહેવાલને પગલે કેબિનેટે આ મુદ્દે ચર્ચા કરી હતી. જોકે ૬૦ ટકા ટેક્સ લાગુ કરવા અંગે સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી.
2/5
સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતાવળમાં કેબિનેટ બેઠક બોલાવી હતી. સામાન્ય રીતે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે ગૃહની બહાર કોઈ નીતિગત નિર્ણય લેવાતો નથી કે તેની જાહેરાત કરાતી નથી. સૂત્રોએ કહ્યું હતું કે સરકાર ઈચ્છે છે કે બેહિસાબી તમામ નાણું બેન્ક ખાતામાં જમા થઈ જવું જોઈએ અને પછી તેના પર લાગુ પડતો ટેક્સ વસૂલવામાં આવે.
3/5
સૂત્રોએ જણાવ્યું કે, સરકાર એ વાતને લઈને ગંભીર છે કે તમામ બેહિસાબી નાણાં બેંક ખાતામાં જમા થાયઅને તેના પર ટેક્સ લાગે. બંધ કરવામાં આવેલ નોટોને 30 ડિસેમ્બર સુધી ખાતામાં જમા કરાવવાની છૂટ આપવામાં આવી છે.
4/5
અધિકારીઓએ 50 દિવસની સમય મર્યાદામાં ચોક્કસ રકમ કરતાં વધારે રકમ જમા કરાવવા પર 30 ટકા ટેક્સની સાથે 200 ટકા દંડ લગાવવાની વાત કહેવામાં આવી છે. એટલું જ નહીં તેના પર કાળુ નાણું રાખનાર વિરૂદ્ધ કેસ પણ ચલાવવામાં આવી શકે છે.
5/5
સૂત્રોએ જણાવ્યું કે, સરકાર સંસદમાં હાલમાં ચાલી રહેલ સેશનમાં ઇનકમ ટેક્સ કાયદામાં સંશોધન લાવવાની યોજના છે જેથી કાળા નાણાં પર 45 ટકાથી વધારે ટેક્સ લગાવી શકાય. 45 ટકા સુધી ટેક્સ અને દંડ આઈડીએસ સ્કિમ અંતર્ગત કાળા નાણાંની વિગતો આપનાર પર લગાવવામાં આવ્યો છે. આ યોજના 30 સપ્ટેમ્બરે પૂરી થઈ ગઈ છે.