ફ્રાન્સના સાયબર સિક્યુરિટી નિષ્ણાત એલિયોટ એન્ડરસને હવે પીએમ મોદીને આધાર નંબર જાહેર કરવાનો પડકાર ફેંક્યો છે. એલિયોટે જણાવ્યું હતું કે, નમસ્તે નરેન્દ્ર મોદી, શું તમે તમારો આધાર નંબર જાહેર કરીશકો છો?
2/5
એન્ડરસને જણાવ્યું હતું કે, તમારો આધાર નંબર 9********* છે. official @nicmeity circular અનુસાર આ ફોનનંબર તમારા સેક્રેટરીનો છે. એન્ડરસને એક તસવીર જારી કરી જણાવ્યું હતું કે, આ તમારી પત્ની અને દીકરી સાથેની તમારી તસવીર છે. એન્ડરસને આર. એસ. શર્માની લીક થયેલી માહિતી પણ જાહેર કરી દીધી હતી.
3/5
એન્ડરસને જણાવ્યું હતું કે, તમારા આધાર નંબરના આધારે લોકોએ તમારી જન્મતારીખ, વૈકલ્પિક ફોન નંબર, સરનામું વગેરે માહિતી શોધી કાઢી છે. હું અહીં અટકી જાઉં છું. મને આશા છે કે તમે હવે સમજી ગયા હશો કે આધાર નંબર જાહેર કરવો શા માટે સારો નથી.
4/5
આધારના ટીકાકાર અને ટ્વિટર પર એલિયોટ એન્ડરસન નામના ફ્રેન્ચ સિક્યોરિટી એક્સ્પર્ટે શ્રેણીબદ્ધ ટ્વિટમાં આર. એસ. શર્માના આધાર નંબર સાથે સંકળાયેલા મોબાઇલ ફોન નંબર, પાન નંબર, વૈકલ્પિક ફોન નંબર, ઈમેલ આઇડી, શર્મા કયો ફોન વાપરે છે તેની માહિતી, શર્માના વોટ્સએપનું પ્રોફાઇલ પિક્ચર અને કેટલીક સંવેદનશીલ માહિતી ટ્વિટર પર જાહેર કરી દીધી હતી.
5/5
નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયાના (ટ્રાઈ)ના પ્રમુખ આર. એસ. શર્માની વ્યક્તિગત જાણકારી ટ્વિટ પર લીક કર્યા બાદ હવે ફ્રાન્સના સુરક્ષા નિષ્ણાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનો આધાર નંબર જારી કરવાનો પડકાર ફેંક્યો છે. નોંધનીય છે કે, 9 ઓગસ્ટના રોજ રિયાટર થઈ રહેલ શર્માએ આધારની સુરક્ષાનો દાવો કરતાં પોતાનો 12 નંબરનો આધાર જારી કર્યો હતો અને તેના આંકડા લીક કરવાનો પડકાર ફેંક્યો હતો.