ભાજપ સારી રીતે જાણે છે કે, કેન્દ્રમાં સત્તામાં રહેવા માટે યુપીમાં વર્ચસ્વ કાયમ રાખવું પડશે. ગોરખપુર-ફૂલપુર અને કેરાના સીટો હાર્યા બાદ હવે બીજેપીએને ચિંતા પેઠી છે, જે અંતર્ગત પાર્ટી નેતાઓની મેરઠ કાર્યકાણીની બેઠકમાં ટી-20 ફોર્મ્યૂલા આપી છે.
2/5
3/5
આ અભિયાન હેઠળ ધારાસભ્યોનો પોતાના વિધાનસભા વિસ્તારમાં અને સાંસદને પોતાના સંસદીય મતવિસ્તારમાં દરેક ગામમાં જઇને 20-20 ઘરોમાં જવાની અને તેમને ત્યાં ચા પીવાની રણનીતિ બનાવી છે. આનો સીધો અર્થ જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે.
4/5
અમિત શાહે રવિવારે સાંસદો અને ધારાસભ્યોની સાથે બંધ રૂમમાં બેઠક કરી, તેમા તેમને કહ્યું કે, નેતાઓ પોતાના મતવિસ્તારમાં જાઓ અને લોકોને સરકારી યોજનાઓ વિશે માહિતી આપો. આ માટે તમારે તમારા વિસ્તારના પ્રત્યેક ગામમાં જવું પડશે અનને ઓછામાં ઓછા 20 ઘરોમાં જઇને ચા પીવી પડશે, આ ફોર્મ્યૂલાને ટી-20 નામ આપવામાં આવ્યું છે.
5/5
નવી દિલ્હીઃ ભાજપે 2019ની લોકસભા ચૂંટણી જીતવા આ વખતે નવી ફોર્મ્યૂલા અપનાવી છે. ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કેન્દ્રમાં એનડીએની સરકાર યથાવત રાખવા માટે મેરઠમાં થયેલી પ્રદેશ કાર્યકારીણીની બેઠકમાં પાર્ટી નેતાઓને ટી-20 ફોર્મ્યૂલા આપી દીધી છે.