રિપોર્ટ્સ અનુસાર, ઝારગ્રામના જિલ્લાધિકારીએ ભારતીય જનતા પાર્ટીને હેલિકૉપ્ટર ઉતારવાની મંજૂરી ન હતી આપી, જેના કારણે આખી પાર્ટી નેતા ડીએમને મનાવતા રહ્યાં હતાં. પરમિશન ના મળવાના કારણે બીજેપીએ ડીએમ ઓફિસની બહાર પ્રદર્શન પણ કર્યું હતું.
2/4
માલદાની જેમ હવે ઝારગ્રામમાં પણ અમિત શાહને હેલિકૉપ્ટરને ઉતારવાની મંજૂરી ન હતી મળી, આવું સતત બીજીવાર બન્યુ છે. આ પહેલા માલદામાં પણ હેલિકૉપ્ટર લેન્ડિંગની પરમીશન ન હતી મળી.
3/4
4/4
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ મંગળવારથી પોતાના મિશન બંગાળની શરૂઆત કરી દીધી છે. સ્વાઇન ફ્લૂની બિમારીથી બહાર આવીને બીજેપી અધ્યક્ષ અમિત શાહે બંગાળના માલદામાં ચૂંટણી સભાને સંબોધિત કરી. આજે બીજા દિવસે શાહને ઝારગ્રામમાં રેલી કરવાની હતી, જોકે, મમતા બેનર્જી સરકાર દ્વારા હેલિકૉપ્ટર લેન્ડિંગની પરમીશન નહીં મળવાના કારણે સભા રદ્દ કરવી પડી હતી.