શોધખોળ કરો
Advertisement
ભાજપના ધારાસભ્યનો બફાટઃ 'ઉના મેં દલિતોં કી પીટાઈ હુઈ યે બહોત હી અચ્છી હુઇ હૈ'...., જુઓ વીડિયો
નવી દિલ્લીઃ તેલંગાણાના ગોશામહલથી ભાજપના ધારાસભ્ય રાજાસિંહે ઉનામાં ગૌમાંસના આરોપમાં કરવામાં આવેલી દલિતોની પીટાઇને યોગ્ય ગણાવી હતી. રાજાસિંહે પોતાના ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે દલિતો ગૌમાંસ ખાય છે અને ગાયોની હત્યા કરે છે તેઓને આ જ રીતે માર મારવો જોઇએ.
ભાજપના ધારાસભ્યએ બહુજન સમાજવાદી પાર્ટીનું નામ લઇને કહ્યુ હતું કે, જેઓ મતોના ભીખારી છે તેઓને હું પૂછવા માંગુ છું કે કેમ દલિતોનું નામ ખરાબ કરવામાં આવી રહ્યું છે. અનેક દલિત પરિવારો છે જેઓ ગૌરક્ષાનું કામ કરી રહ્યા છે. મારી સાથે અનેક દલિત ગૌરક્ષાનું કાર્ય કરે છે.
રાજા સિંહે દલિતોને સવાલ પૂછતા કહ્યુ હતું કે શું ગૌહત્યા કરવી જરૂરી છે, ગૌમાંસ ખાવું જરૂરી છે? કેટલાક દલિતોને કારણે ગૌભક્તોનું નામ ખરાબ થાય છે. બીજેપી ધારાસભ્યએ ઉનાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યુ હતું કે, જે દલિત ગાય કાપવા લઇ રહ્યા છે તેઓને માર મારવામાં આવ્યો તેને હું સમર્થન કરું છું. જેમણે પોતાના બળ પર તેઓને પાઠ ભણાવ્યા છે.
તેમણે દલિતો સિવાય તમામ સમાજને ચેતવણી આપતા કહ્યુ હતું કે જે પણ ગૌ હત્યા કરશે તેઓને અમે પાઠ ભણાવીશું. રાજાએ ગૌરક્ષકોને નિવેદન કરતા કહ્યું કે ડરો નહીં, ધર્મ કાર્ય, દેશ કાર્ય, ગૌ કાર્યમાં આવી બાધાઓ આવતી રહેતી હોય છે. પણ આપણે તમામ મુશ્કેલીઓનો સામનો કરી આપણે ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપી શકીએ નહીં ત્યાં સુધી ચૂપ રહીશું નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement