AAPને નોટાથી પણ ઓછા મત મળ્યા છે, એટલે નોટાનો વૉટ શેર વધુ રહ્યો છે. જેમાં છત્તીસગઢ 85 ઉમેદવાર 0.9 (કુલ મત 78208) નોટા- 2.1 (1.92 લાખ મત), મધ્યપ્રદેશ 208 ઉમેદવાર 0.7 (કુલ મત 1,96,08) નોટા- 1.5 (4.2 લાખ), રાજસ્થાન 142 ઉમેદવાર 0.4 (કુલ મત 1,26,909) નોટા- 1.3 (4.45 લાખ) રહ્યો હતો.
3/5
AAPએ રાજસ્થાનમાં 142 બેઠકો પર, મધ્યપ્રદેશમાં 208 અને છત્તીસગઢમાં 85 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. પાર્ટીના દિલ્હી પ્રદેશ સંયોજક ગોપાલ રાયે આ રાજ્યોમાં ખુબ મહેનત કરી હતી પણ પરિણામ શૂન્ય આવ્યુ હતું.
4/5
એક રિપોર્ટ અનુસાર AAPએ ત્રણ રાજ્યોમાં ચૂંટણી લડી હતી, જ્યાં કેજરીવાલના ઉમેદવારોને નોટાથી પણ ઓછા મત મળ્યા હતા. જોકે, આ મામલે આપે કહ્યું કે, આ હારજીત માટે નહીં પણ સંગઠન વિસ્તારવા માટે ચૂંટણી લડાઇ હતી.
5/5
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો ગઇકાલે જાહેર થઇ ગયા દરેક જગ્યાએ કોંગ્રેસ મોટી પાર્ટી બનીને ઉભરી છે જ્યારે બીજેપીને મોટો ફટકો પડ્યો છે. જોકે આ બધાની વચ્ચે ચોંકાવનારા સમાચાર એ છે કે આપે ચારેય રાજ્યોમાં પોતાની ડિપોઝીટ પણ ગુમાવી દીધી છે.