નવી દિલ્હી: ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આજે 93 વર્ષની વયે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં પાંચ વાગ્યે પાંચ મીનીટે અંતિમ શ્વાસ લીધા હતા. અટલજીના પાર્થિવ દેહને તેમના ઘરે લાવી દેવામાં આવ્યો છે, આજ રાત્રે પાર્થિવ દેહ તેમના ઘરે રહેશે. હાલમાં દેશભરના નેતાઓ તેમના ઘરે આવી રહ્યાં છે. તેવામાં પીએમ નરેન્દ્ર મોદી અને અડવાણીએ અટલજીના પાર્થિવ દેહના દર્શન કર્યા હતા.
2/5
સોનિયા ગાંધીએ અટલ આવાસ જઈને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે કહ્યું, હું શ્રીમાન અટલ બિહારી વાજપેયીના નિધનથી દુખી છું. વાજપેયી અમારા રાષ્ટ્રીય જીવનમાં એક વિશાળ વ્યક્તિ હતા. પોતાના સમગ્ર જીવનમાં તેઓ લોકતાંત્રિક મૂલ્યો માટે ઉભા હતા અને સંસદના રૂપમાં, એક કેબિનેટ મંત્રી અથવા ભારતના પ્રધાનમંત્રીના રૂપમાં તેમણે પોતાના તમામ કાર્યોમાં આ પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કર્યું. તેઓ દેશભક્ત હતા, પરંતુ સૌથી ઉપર તેઓ એક મોટા દિલના અને મહાનતાની વાસ્તવિક ભાવના વાળા માણસ હતા. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી.
3/5
અટલજીના પાર્થિવ દેહને તેમના ઘરે લાવી દેવામાં આવ્યો છે, આજ રાત્રે પાર્થિવ દેહ તેમના ઘરે રહેશે. હાલમાં દેશભરના નેતાઓ તેમના ઘરે આવી રહ્યાં છે. તેવામાં પીએમ નરેન્દ્ર મોદી અને અડવાણીએ અટલજીના પાર્થિવ દેહના દર્શન કર્યા હતા. સરકાર તરફથી અટલજીના અવસાનના દુ:ખમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
4/5
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. અટલ બિહારી વાજપેયીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાઈક અને યોગ ગુરૂ બાબા રામદેવે શ્રદ્ધાંજલી આપી હતી. અટલ આવાસ પર જઈને પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી. પીએમ મોદીએ કહ્યું, અટલજીનું ઓજસ્વી, તેજસ્વી અને યશસ્વી વ્યક્તિત્વ હંમેશા દેશવાસિયોનું માર્ગદર્શન કરતું રહેશે.
5/5
અટલ બિહારીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 93 વર્ષીય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બીજેપીના વરિષ્ઠ નેતા હતા. તેમને 11 જૂને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. બુધવારે તેમની તબિયત અત્યંત નાજૂક થતા તેમના લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. વાજપેયીના નિધન બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. અટલ બિહારી વાજપેયીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને લાલ કુષ્ણ અડવાણી સહિત ટોચના નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે.