પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, યોગી આદિત્યનાથ અને શિવરાજ સિંહ ચૌહાણ સહિત અનેક દિગ્ગજ નેતાઓ અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. આ સિવાય યોગ ગુરુ બાબા રામદેવ, વસુંધરા રાજે, શહનવાઝ હુસેન અને અસમના મુખ્યમંત્રી પણ હાજર હતા.
2/4
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ગુરુવારે પાંચ વાગીને પાંચ મીનીટે નિધન થયું હતું. તેમના પાર્થિવ દેહને દિલ્હી સ્થિત અટલ આવાસ લઈ જવામાં આવ્યા છે. પીએમ મોદી સહિત અમિત શાહએ અટલ આવાસ પર જઈને વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે એટલજીનું ઓજસ્વી, તેજસ્વી અને યશસ્વી વ્યક્તિવ્ય હંમેશા દેશવાસીઓને માર્ગદર્શન કરશે.
3/4
અટલ બિહારી વાજપેયીના અંતિમ દર્શન કરવા માટે તેમના આવાસ પર ભારે ભીડ જમા થઈ ગઈ છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સહિત મોદી સરકારના તમામ મંત્રીઓ અટલ આવાસ પહોંચ્યા હતા.
4/4
અમિત શાહે જણાવ્યું કે શુક્રવારે સવારે 9 કલાકે અટલજીના પાર્થિવ શરીરને બીજેપી મુખ્યાલય લઈ જવામાં આવશે. ત્યાર બાદ બપોરે એક વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળશે. સાંજે ચાર વાગ્યે સ્મૃતિ સ્થળ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.