શોધખોળ કરો
રાજીવની હત્યા વખતે વાજપેયીજીએ કહેલુઃ મેં મારો નાનો ભાઈ અને જીવનદાતા ગુમાવ્યો, રાજીવ ના હોત તો હું જીવતો ના હોત, જાણો કારણ
1/7

રાજીવે તેમને આ વાત કોઈને નહીં કહેવા પણ કહ્યું હતું. વાજપેયીજીએ આ વાત કોઈને ના કહી પણ રાજીવની હત્યા સમયે ભાવુક થઈને તેમણે આ રહસ્ય ખોલ્યું અને પોતે નાનો ભાઈ ગુમાવ્યો છે તેવું કહ્યું હતું. પછીથી આ માટે વાજપેયીએ રાજીવ ગાંધીનો જાહેરમાં આભાર પણ માન્યો હતો.
2/7

જો કે વાજપેયી પાસે અમેરિકા જઈને સારવાર કરાવવા માટે પૈસા ન હતા. તેના કારણે તેમના જીવને જોખમ ઉભું થઈ ગયેલું. એ વખતે વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા. રાજીવ ગાંધીને આ વાતની ખબર પડતાં રાજીવ તેમની ખબર પૂછવા તેમના ઘેર આવ્યા હતા.
3/7

નવી દિલ્લીઃ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપીયેનું નિધન થયું તેના કારણે દેશભરમાં શોકનો માહોલ છે. વાજપેયીજીને સૌ પ્રેમથી યાદ કરે છે તેનું કારણ એ છે કે વાજપેયીજીમાં એ નિખાલસતા હતી કે, પોતાના રાજકીય વિરોધીઓએ કરેલી મદદને એ જાહેરમાં સ્વીકારતા અને તેમનો આભાર માનતા.
4/7

રાજીવે આ વચન પાળીને યુનાઈટેડ નેશન્સ જતા ભારતીય પ્રતિનિધીમંડળમાં વાજપેયીજીની પસંદગી કરી. વાજપેયી વિરોધ પક્ષમાં હોવા છતાં તેમની પસંદગી કરીને રાજીવે પોતાનું વચન પાળી બતાવ્યું અને વાજપેયીજીની અમેરિકામાં સારવાર પણ કરાવી હતી. રાજીવને વાજપેયીજીને બિમારીથી મુક્ત કરાવ્યા હતા.
5/7

રાજીવે તેમને અમેરિકા જઈને સારવાર કરાવવાની સલાહ આપી પણ વાજપેયીજી પાસે પૈસા નહોતા. રાજીવ આ વાત સમજી ગયા ને તેમણે વચન આપ્યું કે, પોતે વાજપેયીજીને અમેરિકા મોકલશે. વાજપેયીજીને એ વાત પર બહુ ભરોસો નહોતો કેમ કે રાજકારણીઓ આવી વાતો કરીને ભૂલી જતા હોય છે.
6/7

અટલ બિહારી વાજપેયીએ પત્રકાર કરણ થાપરને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 1987થી મને કિડનીની તકલીફ હતી અને તેઓ બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. એ વખતે ભારતમાં મેડિકલ સારવાર બહુ સારી નહોતી તેથી ડોક્ટરે વાજપેયીને અમેરિકા જઈને સારવાર કરાવવાની સલાહ આપી.
7/7

દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 1991માં હત્યા થઈ એ વખતે વાજપેયીજી અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે રાજીવ ગાંધીને પોતાના નાના ભાઈ ગણાવ્યા હતા અને જાહેરમાં કહ્યું હતું કે, રાજીવ ગાંધી મારા જીવનદાતા છે. તેમના કારણે મારો બીજો જન્મ થયો. બાકી હું ક્યારનોય ગુજરી ગયો હોત.
Published at : 17 Aug 2018 10:00 AM (IST)
Tags :
Atal Bihari VajpayeeView More
Advertisement
Advertisement





















