શોધખોળ કરો
દેશભરમાં આજે બેંક કર્મચારીઓની હડતાળ, ગુજરાતના 60 હજારથી વધુ કર્મચારીઓ જોડાશે

1/4

નવા વર્ષની શરૂઆત પહેલા જ બેંકો બંધ રહેવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
2/4

નવી દિલ્હીઃ છેલ્લા એક સપ્તાહથી દેશભરમાં બેંકિંગ સેવા ઘણી પ્રભાવિત થઈ છે. 5 દિવસમાં એક વખત બેંક ખુલ્યા બાદ આજે ફરીથી દેશની બેંકો બંધ રહેશે. બેંકોના નવ યુનિયન દ્વારા આજે હડતાળની પાડવામાં આવી છે. જેના કારણે આમ આદમીને ઘણી પરેશાની થઈ રહી છે. દેશના આશરે 10 લાખ બેંક કર્મચારીઓ આજે હળતાર પર રહેશે.
3/4

દેશની 3 રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જરના વિરોધને લઇને બુધવારે સમગ્ર દેશમાં બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. ગુજરાતના 60 હજારથી વધુ કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાશે. બુધવારે સવારે બેંકોના મર્જરમાં વિરોધમાં સૂત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી બેરોજગારી વકરશે તેવી ભીતિ બેંકકર્મચારીઓને છે. સાથે જ સૌથી વધુ નુકસાન ગ્રાહકોને પહોંચશે તેવો પણ અંદાજ લગાવાઇ રહ્યો છે.
4/4

દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડાનું મર્જર થવાથી 900 થી વધુ શાખાઓ બંધ થશે. જેમાં સૌથી વધુ શાખાઓ ગુજરાતમાં 500 જેટલી છે. જેના કારણે બેંકોના ગ્રાહકોને સીધું નુકસાન થશે. તેવી સ્થિતિમાં સરકારના આ નિર્ણય સામે તમામ બેંક કર્મચારીઓ અને સંગઠનો હડતાળ પર ઉતર્યા છે. સરકારના આ પગલાનો તેઓ વિરોધ કરી રહ્યા છે અને એટલા માટે જ એક દિવસની પ્રતિક હડતાળ પણ કરવામાં આવશે.
Published at : 26 Dec 2018 08:58 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
