જો કે હવે 500 અને 1000 રૂપિયાની નોટોથી છૂટકારો મેળવવા મોટી સંખ્યામાં પ્રોપર્ટી ટેક્સના કરદાતાઓ સિવિલ સેન્ટરમાં ઊમટી રહ્યા છે..નોટો રદ કરવાના નિર્ણયના પગલે સરકારને જંગી આવક થઈ છે અને જૂનો કર તો મળી રહ્યો છે જ પણ સાથે સાથે લોકો જૂની નોટોથી છૂટકારો મેળવવા એડવાન્સ ટેક્સ પણ ચૂકવી રહ્યા છે.
2/6
સામાન્ય રીતે પ્રોપર્ટી ટેક્સ સમયસર ભરવાનું લોકો ટાળે છે. લાઈટ બિલ ભરવામાં વિલંબ થાય તો વીજ કનેકશન કપાઈ જવાની બીક લાગે છે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હજારો રૂપિયાના પ્રોપર્ટી ટેક્સના બાકીદારોના ઘર કે ઓફિસના પણ પાણી-ગટરના કનેકશન કાપતું ન હોઈ પ્રોપર્ટી ટેક્સના કરચોરોનું પ્રમાણ વધુ છે.
3/6
સરકારી વિભાગોની જેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ પણ ધૂંધવાયેલા છે કેમ કે આજથી સોમવાર સાંજ સુધી એટલે કે સતત ત્રણ દિવસના રજાના દિવસોમાં પણ સિવિક સેન્ટરો ખુલ્લાં રહેશે. જો કે આ નિર્ણય સરકારને ફળી રહ્યો છે. ગઇકાલે રાજયનાં વિવિધ કોર્પોરેશન અને મ્યુનિસિપાલીટીઓએ કરોડોનાં બાકી લેણાની વસુલાત કરી છે.
4/6
ગઈ કાલે મહિનાનો બીજા શનિવાર હતો તેના કારણે રજા હતી અને આજે રવિવાર છે. સોમવારે ગૂરૂ નાનક જ્યંતિની રજા છે. આમ સરકારી કર્મચારીઓને સતત ત્રણ દિવસનું નિ વેકેશન મળવાનું હતું પણ મોદી સરકારના નિર્ણયના કારણે આ રજાઓ રદ થતાં કર્મચારીઓમાં ધૂંધવાટ છે પણ આ ધૂંધવાટ બહાર કાઢી શકાય તેમ નથી.
5/6
લોકોને 500 અને 1000ની નોટો બદલવામાં મુશ્કેલીઓ ના પડે તે માટે સરકારી વિભાગો અને ખાસ તો કરવેરા સાથે સંકળાયેલા વિભાગો સતત ચાલુ રાખવાનો સરકારે નિર્ણય લીધો છે. આ નિર્ણયના કારણે સરકારી કર્મચારીઓનું મિનિ વેકેશન જતું રહેતાં કર્મચારીઓ અકળાઈ ગયા છે.
6/6
અમદાવાદઃ નરેન્દ્ર મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરી તેના કારણે સામાન્ય લોકો તો પરેશાન થયા જ છે પણ સરકારી કર્મચારીઓની પણ હાલત ખરાબ થઈ ગઈ છે. સરકારી કર્મચારીઓનું કામ વધી ગયું છે તેના કારણે તેમનામાં ધૂંધવાટ હતો જ ને હવે મિનિ વેકેશન રદ થતાં આ ધૂંધવાટ વધી ગયો છે.