નવી દિલ્હીઃ નવું વર્ષ શરૂ થવાનું છે તો લોકો નવા વર્ષની ઉજવણીમાં નવી નવી જગ્યા શોધી રહ્યા છે તો બીજી બાજુ હોટલ, બાર, પબ પણ વધુમાં વધુ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઓફરો રજૂ કરી રહી છે. આ જ સંદર્ભમાં એક બારે એક અજીબ ઓફર રજૂ કરી છે.
2/3
રજૂ કરવામાં આવતી ઓફરોમાં સૌથી અલગ જાહેરાત સોશિયલ ઓફલાઈન નામના બારે કરી છે. દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં ચાલતા આ બારે ઓફર રજૂ કરી છે કે મોદી આજે એટલે કે 31 ડિસેમ્બરની રાતે રાષ્ટ્રજોગ સંબોધન કરશે અને તે પોતાના ભાષણમાં જેટલી વખત 'મિત્રો' શબ્દ બોલશે, તેટલી વખત આ બાર લોકોને માત્ર 31 રૂપિયામાં બિયરનો એક શોટ આપશે.
3/3
ઉલ્લેખનીય છે કે, નોટબંધીના 50 દિવસ પૂરા થયા બાદ પીએમ મોદી આજે રાતે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આ બારે પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ જાણકારી આપી છે. જોકે, બાદમાં ફેસબુક પોસ્ટ પર તેને એડિટ કરવામાં આવ્યું.