આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ હતું કે, વર્લ્ડ બેન્કના અનક્લેમ્ડ ફંડને લોકોમાં વહેચી દેવામાં આવે. આ માટે તમારી પસંદગી કરવામાં આવી છે. આ નાણા તમારા બેન્કમાં ડિપોઝીટ કરવા માટે બેન્કની ડિટેઇલ, તમારુ આઇડી પ્રૂફ, નામ, મોબાઇલ નંબર, એડ્રેસ પ્રૂફ સહિતની વિગતો જોઇએ છે.
2/4
ઘણા લોકોને આરબીઆઇના નામે એક મેસેજ આવી રહ્યો છે જેમાં લખવામાં આવ્યુ છે કે બ્રિટિશ સરકાર અને વર્લ્ડ બેન્કે પોતાની પાસે રહેલા અનક્લેમ્ડ ફંડને લોકોને પાછુ આપવાની જાહેરાત કરી છે. જે સંદર્ભમાં આરબીઆઇના ગર્વનર ઉર્જિત પટેલ, યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ બાનકી મૂન અને નાણા મંત્રાલયની ટેક્સ કમિટિ વચ્ચે બેઠક યોજાઇ હતી.
3/4
અમારી તપાસમાં જાણવા મળ્યુ કે આરબીઆઇ દ્ધારા આવા કોઇ મેસેજ કોઇને કરવામાં આવ્યા નથી જેથી લોકોને સાવધ રહેવાની અપીલ કરવામાં આવે છે.
4/4
નવી દિલ્લીઃ નોટબંધીને લઇને હાલમાં લોકો પોતાની પાસે રહેલા રૂપિયાને બેન્કોમાં જમા કરાવી રહ્યા છે ત્યારે ફ્રોડ કરનારા પણ એક્ટિવ થઇ ગયા છે. ભારતીય રિઝર્વ બેન્કના નામે મેઇલ કરીને લોકોને લોટરી લાગી અથવા તેમના એકાઉન્ટમાં નાણા જમા કરાવવાના દાવા સાથે લોકો પાસેથી તેમની બેન્ક ડિટેઇલ, લોકોનું નામ, ફોટો, એડ્રેસ, આઇડી પ્રૂફ, મોબાઇલ નંબર સહીતની વિગતો માંગવામાં આવી રહી છે.