નવી દિલ્હીઃ કોંગ્રેસ તરફથી સોમવારે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો સામે કોગ્રેસે આજે રાજઘાટ પર પ્રદર્શન કર્યું હતું. માનસરોવર યાત્રા પરથી પાછા ફરેલા કોગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આ માર્ચમાં સામેલ થવા રાજઘાટ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધીની સાથે કોગ્રેસના અન્ય નેતાઓ પણ જોડાયા હતા.
5/7
મહારાષ્ટ્રમાં પણ વિપક્ષ આક્રમક રૂપમાં જોવા મળ્યું છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ પૂણેમાં અનેક બસો પર પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શન દરમિયાન કોગ્રેસ નેતા સંજય નિરૂપમની અટકાયત કરી દેવામાં આવી હતી. બિહારના આરામાં નેશનલ હાઇવે 30 પર જામ કરી દેવામાં આવ્યો હતો. તેલંગણામાં પણ કોગ્રેસના કાર્યકર્તાઓએ હિંસક પ્રદર્શન કર્યું હતું. ઓડિશાના ભૂવનેશ્વરમાં પણ કોગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.
6/7
કોગ્રેસ નેતા અશોક ગહેલોતના કહેવા અનુસાર, અમે વિરોધ પ્રદર્શનના મારફતે મોદી સરકાર પર દબાણ વધારવા માંગીએ છીએ જેથી પેટ્રોલ અને ડિઝલનો ભાવ ઓછો કરે. જે રીતે તેમણે અમારા દબાણને કારણે રાજસ્થાનમાં વેટમાં ઘટાડો કર્યો છે. કોગ્રેસ મહાચિવ ગેહલોતના કહેવા અનુસાર, આ મુદ્દા પર તમામ પાર્ટીઓ અમારી સાથે છે અને બીજેપી અમારો સાથ જોઇને ડરી ગઇ છે.
7/7
ભારતને બંધને પગલે ઝાંસી રેલવે સ્ટેશન પર પૂર્વ કેન્દ્રિય મંત્રી પ્રદીપ દૈને કુશીનગર એક્સપ્રેસ ટ્રેનને રોકી હતી. બિહારના પટણામાં સાંસદ પપ્પૂ યાદવે ભારત બંધ દરમિયાન વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાના સમર્થકો સાથે મળી ટ્રેન રોકી હતી. કર્ણાટકના મેંગલુરુમાં કેટલાક અસામાજિક તત્વોએ એક પ્રાઇવેટ બસ પર પથ્થરો ફેંક્યા હતા.