બીજી તરફ યુવકને બહેન પોલીસ સ્ટેશન પહોંચી હોવાની જાણ થતાં તે ઘરેથી ભાગી ગયો હતો. પોલીસે યુવતીની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી હતી. જોકે, હજુ સુધી યુવક પોલીસને હાથ લાગ્યો નથી. બીજી બાજુ ઘરમાં પીડિતાનું જીવવું હરામ થઇ ગયું છે. પરિવારના લોકોએ તેને ઘરેથી કાઢી તો નથી મૂકી પરંતુ તેને એ રીતે અવગણવામાં આવી રહી છે, જાણે તે ત્યાં હોય જ નહીં.
5/7
આથી યુવતીએ તેની કાકીને આ અંગે વાત કરતાં તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ભાઈ સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, જ્યારે પિતા, નાનો ભાઈ અને મા ખેતરમાં કામ કરવા ચાલ્યા જાય પછી મોટો ભાઈ તેની સાથે રેપ કરે છે. તે વિરોધ કરે તો ભાઈ તેને મારી નાખવાની ધમકી આપતો હતો. ઘણીવાર તો તે મારપીટ પણ કરતો.
6/7
મળતી વિગતો પ્રમાણે બક્સરમાં મોટો ભાઈ છેલ્લા ત્રણ મહિનાથી બહેન પર બળાત્કાર કરતો હોવાથી યુવતીએ આ અંગે પોતાની માતાને જાણ કરી હતી. જોકે, માતાએ પરિવારની આબરુ જવાના અને તેના લગ્ન નહીં થાય તેવા ડરથી ચૂપ રહેવા કહ્યું હતું. જોકે, મોટા ભાઈની હરકતો બંધ થતી નહોતી.
7/7
બક્સર: બિહારના બક્સરમાં મોટા ભાઈ દ્વારા સગી બહેન પર છેલ્લા ત્રણ મહિનાથી બળાત્કાર ગુજારવામાં આવતો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરિવારના તમામ સભ્યો ઘરે ન હોય ત્યારે યુવક નાની બહેન સાથે પરાણે સેક્સ માણતો હતો અને ઇનકાર કરે તો મારી નાંખવાની ધમકી આપતો હતો. હાલ યુવતીએ ફરિયાદ કરતાં તેનો ભાઈ ફરાર થઈ ગયો છે.