તેજસ્વીએ સવાલ ઉઠાવતા કહ્યું કે, જ્યારે નીતિશ કુમાર મહાગઠબંધન માટે તૈયાર થયા હતા ત્યારે પણ લાલૂ દોષી જાહેર કરવામાં આવ્યા હતા. તો નીતિશ કુમાર મહાગઠબંધન માટે કેમ રાજી થયા. મહાગઠબંધન અવસરવાદ નથી. અમે નીતિશને પૂરતી છૂટ આપી હતી. બિહારના મુખ્યમંત્રી પર હત્યાનો કેસ છે.
2/4
તેમણે કહ્યું કે, મારા શેયર પબ્લિક ડોમેનમાં છે. સુશીલ મોદી પોતાની સંપતિની વિગતો જાહેર કેમ નથી કરતા. અમારી વિરુદ્ધ છેલ્લા 10 વર્ષોથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
3/4
રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે, બીજીવાર ચૂંટણી લડવા અમને કોઈ સમસ્યા નથી. 12 કરોડ બિહારીઓ અમારી સાથે છે. જો નીતિશ મજબૂત છે તો ભાજપનો સહારો કેમ લે છે. ભાજપ અને નીતિશ ચૂંટણીથી ડરે છે. તેજસ્વીએ કહ્યું કે, ફ્લોર ટેસ્ટ માટે પણ અમને બોલાવ્યા નથી. તે અમારી તાકાતથી ડરે છે
4/4
નવી દીલ્લી: છેલ્લા સપ્તાહથી ચાલી રહેલા રાજકીય ઘમસાણનું કેન્દ્ર બનેલા તેજસ્વી યાદવે બિહારના મુખ્યમંત્રી નીતિશ પર પ્રહાર કરતા કહ્યું કે, અમારી પાસે ભાજપના એજન્ડા છે. અમારી પાસે કેમ જવાબ માગવામાં આવ્યાં. મારી છબીને બદનામ કરવાની ચાલ રચવામાં આવી છે.