ઉલ્લેખનીય છે કે ભારત અને માલદીવના સંબંધ યામીન દ્વારા ફેબ્રુઆરી મહિનામાં લગાવામાં આવેલ ઇમરજન્સી બાદથી ખરાબ થયા છે. આ ઇમરજન્સી ત્યારે લાગી હતી જ્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં માલદીવની સુપ્રીમ કોર્ટે વિરોધી નેતાઓને છોડવાના આદેશ આપ્યા બાદ તો યામીન સરકારે તેને ફગાવતા સુપ્રીમ કોર્ટના જજોની પણ ધરપકડ કરાવતા વિરોધી નેતાઓ પર ફરીથી કેસ ચલાવાનો આદેશ આપ્યો અને તેની સાથે દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી હતી.
2/5
સુબ્રમણ્યમ સ્વામીના આ નિવેદન પર ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલયના મુજબ આ સ્વામીનું અંગત નિવેદન છે. ભારત સરકારને તેમના નિવેદન સાથે કોઈ લેવા દેવા નથી. ભારત સરકાર કોઈ દેશના આંતરિક મુદ્દાઓમાં દખલગીરી નથી કરતું.
3/5
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ અને સ્વામી વચ્ચે બુધવારે કોલંબોમાં મુલાકાત થઈ હતી. જેમાં મોહમ્મદ નશીદે શંકા વ્યક્ત કરી હતી કે તેમના દેશમાં 23 સપ્ટેમ્બરે થનારી સામાન્ય ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન દ્વારા ગરબડ ઉભી કરવામાં આવે તેવી શક્યતા છે.
4/5
નવી દિલ્હી: ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્મમ સ્વામી પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સ્વામી એક નિવેદનના કારણે ફરી એક વખત વિવાદ થયો છે.
5/5
સુબ્રમણ્યમ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે જો માલદીવની ચૂંટણીમાં ગરબડ જણાય તો ભારતે તેના પર હુમલો કરવો જોઈએ. સુબ્રમણ્યમ સ્વામીનુ કહેવું છે કે માલદીવમા પહેલેથી જ રહેતા ભારતીય નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેથી આપણે આપણા નાગરિકોની રક્ષા માટે યોગ્ય પગલા ઉઠાવવા જોઈએ.