મમતા બેનરજીએ કહ્યું, દેશ નરેન્દ્ર મોદીથી પરેશાન થઈ ચૂક્યો છે. આજે ઈમરજન્સી કરતાં પણ વધારે ખરાબ હાલત છે. અમારી ધીરજ હવે પૂરી થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર સીબીઆઈને કાર્યવાહી કરવા માટે પ્રેશર કરી રહી છે. ભાજપ ચોર પાર્ટી છે. કોલકાતામાં અમારી રેલી પછી મોદી અને અમિત શાહ અમારી પાછળ પડી ગયા છે. ભાજપની એક્સપાઈરી ડેટ નજીક છે.
2/3
શારદા કૌભાંડમાં પોલીસ કમિશ્નર રાજીવ કુમારની તપાસ માટે પહોંચેલી સીબીઆઈની ટીમ અને પોલીસ વચ્ચે રવિવારે થયેલા વિવાદ પછી પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ મોદી સરકાર વિરુદ્ધ ધરણાં શરૂ કર્યા હતા.
3/3
કોલકાતાઃ રવિવારે સાંજે કોલકાતામાં થયેલા નાટકીય ઘટનાક્રમ બાદ પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર સ્થિત બીજેપી ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. ટીએમસીના કાર્યકર્તાઓએ ઓફિસમાં તોડફોડ કરી હોવાનું કહેવામાં આવે છે. ઓફિસમાંથી ખુરશીઓ બહાર ફેંકી દેવામાં આવી અને પાર્ટીના બેનર તથા ઝંડાને ફાડી નાંખવામાં આવ્યા હતા.