મુંબઈ: ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ મુખપત્ર સામનામાં સંપાદકીયના માધ્યમથી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સામનાના સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે 2019ની ચૂંટણીમાં ભાજપને નોટબંધી જેવો ઝટકો લાગશે.
2/4
શિવસેનાએ કહ્યું કૉંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના ઉત્તર પ્રદેશમાં ગઠબંધનના કારણે દિલ્હી જવાના માર્ગે મોટી બાધા આવી ગઈ છે. આ પ્રકારના વાત બિહારથી પણ આવી રહી છે કે કૉંગ્રેસ, આરજેડી અને અન્ય દળો મળી ગઠબંધન બનાવી રહ્યા છે. કેંદ્રમાં સત્તા પરિવર્તનના મજબૂત સંકેત જોવા મળી રહ્યા છે.
3/4
શિવસેનાએ ગુરૂવારે ભવિષ્યવાણી કરી કે ભારતીય જનતા પાર્ટીને 2019ની લોકસભા ચૂંટણીમાં નોટબંધી જેવો ઝટકો લાગશે. પાર્ટીએ કહ્યું લગભગ તમામ રાજ્યોમાં ચૂંટણીની લહેર વિપક્ષી ગઠબંધનના પક્ષમાં ચાલી રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં લોકોએ મન બનાવી લીધુ છે કે ભાજપને મોટો ઝટકો આપશું.
4/4
પાર્ટીએ કહ્યું રાજકીય પંડિતોનું પહેલાથી જ અનુમાન છે કે લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશનું ગણિત 2014ના મુકાબલે પલટી શકે છે. 2014માં ભાજપે 80 લોકસભા બેઠકોમાંથી 71 સીટ મેળવી હતી.