નવી દિલ્હીઃ પુલવામાં હુમલાનો માસ્ટરમાઈન્ડ અને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસૂદ અઝહરને લઈને ફરી એક વખત ચીને અવળચંડાઈ બતાવી છે. આવું ચોથી વખત થયું છે જ્યારે ચીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં વિલન બન્યું હોય. ચીનને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર વીટોનો ઉપયોગ કર્યો છે. ત્યાર બાદ આ પ્રસ્તાવ રદ્દ થઈ ગયો છે. ચીનના આ નિર્ણયથી ભારતમાં લોકો ચીન પર ભડક્યા છે. લોકોએ તો #BoycottChina અને #Boycottchineseproducts નામથી ટ્વિટર અને ફેસબુક પર ચીનના સામાન વિરૂદ્ધ અભિયાન છેડ્યું છે. આગળ તસવીરોમાં જુઓ લોકો શું કહી રહ્યા છે......