શોધખોળ કરો
CBI કોર્ટે 2G કૌભાંડ મામલે એ રાજા, કનિમોઝી સહિત તમામને નિર્દોષ જાહેર કર્યા
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 21 Dec 2017 12:10 PM (IST)
1/8

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ચુકાદા બાદ જણાવ્યું કે, 2G કેસ અમારી નૈતિક જીત છે. આ મામલે ભાજપે માફી માંગવી જોઈએ અને અમે આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવીશું. બીજેપીના લોકો ખોટા આરોપો કરે છે. તેમનું લક્ષ્ય દેશ નહીં માત્ર વોટ હોય છે. કેગના રિપોર્ટનો કોઈ આધાર જ નહોતો. પીએમે હવે 2જી મુદ્દે બોલાવાનું બંધ કરવું જોઇએ.
2/8

સરકારી વકીલ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા બાદ જજે એક જ લાઇનનો ચુકાદો આપતાં કહ્યું કે, પૈસાની લેવડ-દેવડ થઈ હોવાનું સાબિત ન થઈ શકવાના કારણે બધાને નિર્દોષ છોડવામાં આવે છે. ચુકાદા બાદ કનિમોઝીએ કહ્યું કે, મારી સાથે ઉભા રહેવા બદલ હું તમામ લોકોનો આભાર માનું છું. હવે હું ઘણી રાહત અનુભવી રહી છું.
3/8

એ રાજા અને કનિમોઝી હાલ જામીન પર છે. સીબીઆઈએ એપ્રિલ 2011માં અદાલતમાં આશરે 8000 પેજના ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં 125 સાક્ષીઓ અને 654 દસ્તાવેજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
4/8

સીબીઆઈ કોર્ટ ઓક્ટોબર 2011માં આરોપીઓ સામે છેતરપિંડી, નક્લી દસ્તાવેજો બનાવવા, સરકારી પદનો દુરુપયોગ, ગુનાહિત કાવતરું સહિત અનેક કલમો હેઠળ આરોપો નક્કી કર્યા હતા. વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે રાજાના કાર્યકાળ દરમિયાન ફાળવવામાં આવેલા ટૂજી સ્પેક્ટ્રમના તમામ 122 લાયસન્સ રદ કરી દીધા હતા.
5/8

સીબીઆઈના પહેલા કેસમાં એ રાજા અને કનિમોઝી સહિત પૂર્વ ટેલિકોમ સેક્રેટરી સિદ્ધાર્થ બેહુરા અને રાજાના પૂર્વ પર્સનલ સેક્રેટરી પણ આ મામલે આરોપી હતા. તેમની સાથે સ્વાન ટેલિકોમના પ્રમોટર્સ, યૂનિટેકના મેનેજિંગ ડિરેક્ટર, રિલાયન્સના અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપના ત્રણ સીનિયર અધિકારી અને કલૈગ્નર ટીવીના ડિરેક્ટર પણ આરોપી હતા. આ તમામને પણ નિર્દોષ છોડવાનો કોર્ટે આદેશ કર્યો છે.
6/8

2G સ્પેક્ટ્રમ કૌભાંડની વાત સૌથી પહેલા 2010માં સામે આવી હતી. વર્ષ 2010માં સીએજી રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, ટુજી સ્પેક્ટ્રમની જે રીતે ફાળવણી કરવામાં આવી તેનાથી દેશને 1 લાખ 76 હજાર કરોડનું નુકસાન થયું છે. તે સમયે રાજા ટેલિકોમ મિનિસ્ટર હતા.
7/8

2G કૌભાંડ સાથે સંકળાયેલા ત્રણ મામલામાં અદાલત આજે તેનો ફેંસલો સંભળાવ્યો હતો. બે સીબીઆઈ અને એક કેસ ઇડીએ દાખલ કર્યો હતો. એ રાજા પર ટેલિકોમ મંત્રી પદે રહીને શાહિદ બલવાની કંપની સ્વાન ટેલિકોમને નિયમો નેવે મૂકીને 2જી લાયસન્સ આપવાનો આરોપ હતો.
8/8

નવી દિલ્હીઃ વર્ષ 2010માં થયેલા 2G કૌભાંડમાં સીબીઆઈ કોર્ટ આજે ફેંસલો સંભળાવ્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટનો ચૂકાદો આવવાનો હોવાથી આજે બંને આરોપી તત્કાલીન ટેલિકોમ મંત્રી એ રાજા અને DMK ચીફ કરુણાનિધિની પુત્રી કનિમોઝી સવારમાં 9.30 કલાકની આસપાસ જ કોર્ટમાં આવી પહોંચ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. 2Gના કારણે દેશને 1 લાખ 76 હજાર કરોડનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. આ મામલે તત્કાલીન ટેલિકોમ મિનિસ્ટર એ રાજા અને ડીએમકે સાંસદ કનિમોઝીને જેલ થઈ હતી. આ ઉપરાંત અનેક કંપનીઓ અને કારોબારી પણ તેમાં આરોપી હતા.
Published at : 21 Dec 2017 08:08 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
સુરત
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
દેશ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
દેશ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાત
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ટ્રેન્ડિંગ સમાચાર






















