સ્થાનિક લોકો છેલ્લાં ઘણાં સમયથી સ્ટરલાઈટ પ્લાન્ટના વિસ્તારનો વિરોધ કરી રહ્યાં હતા. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે પ્લાન્ટના કારણે વિસ્તારનું પાણી દૂષિત થઈ ગયું છે. વાયુ પ્રદુષણ અને અનેક પ્રકારની બીમારીઓ પણ ફેલાઈ રહી છે. આ જાન્યુઆરીમાં અહીંના લોકોને ખબર પડી કે સ્ટરલાઇટ વધુ એક પ્લાન્ટ લગાવવા જઈ રહ્યા છે. તેને લઈને લોકો વધુ વિરોધ કરવા લાગ્યા અને 12 ફેબ્રુઆરીએ પ્રદર્શનકારીઓ તૂતીકોરિન પહોંચ્યા હતા, પ્રદર્શનકારિઓ પ્રમાણે 24 માર્ચે બે લાખ લોકો પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ પ્રદર્શનને સેલિબ્રિટીઓ અને રાજનેતાઓ પણ સમર્થન કરી ચુક્યાં છે.
2/8
નવી દિલ્હી: તમિલનાડૂના તૂતીકોરિનમાં વેદાંતા સ્ટરલાઇટના પ્લાંન્ટને બંધ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે મંગળવારે હિંસક અથડામણ થતા 11 લોકોના મોત નીપજ્યા છે. રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારને દસ લાખ અને ઈજાગ્રસ્તોને ત્રણ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને સરકારી નોકરી આપવાનું પણ વચન આપ્યું છે.
3/8
પોલીસનું કહેવું છે કે મદ્રાસ હાઈકોર્ટના નિર્દેશ પર પ્લાન્ટની આજુબાજુના વિસ્તારોમાં CRPCની કલમ 144 લાગુ કરી દીધી છે. ડીએમકેએ આ હિંસા અંગે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી છે.
4/8
ચેન્નાઇથી લગભગ 600 કિલોમીટર દૂર તૂતીકોરિનમમાં વેદાંતાની સ્ટરલાઈટ કોપરના ધાતુ ગાળવાનો દુનિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે. વર્ષ 1996માં આ પ્રોજેક્ટ લગાવામાં આવ્યો હતો. આ પ્લાન્ટની આસપાસ દસ કિલોમીટર વિસ્તારમાં લગભગ 4.6 લાખ લોકો, 27 જેટલા ગામ છે.
5/8
6/8
લગભગ 100 દિવસથી ચાલી રહેલા આ પ્રદર્શન મંગળવારે અચાનક હિંસક બની ગયું હતું. દર્શનકારીઓએ જ્યારે સ્ટરલાઈટ પ્લાન્ટ તરફ જતાં રોક્યા તો પોલીસની ગાડીઓ પર પથ્થર ફેંકવા લાગ્યા હતા. કલેકટર ઓફિસમાં રહેલી ગાડીઓને બેકાબૂ બનેલી ભીડે આગ લગાવી દીધી હતી. ભીડ પર કાબૂ મેળવવા પોલીસ ટીયરગેસ પણ છોડ્યા હતા. સ્થિતિ કાબૂમાં ન રહેતા પોલિસે લાઠીચાર્જ અને તેના બાદ ગોળીઓ ચલાવી હતી.
7/8
તામિલનાડુના DGP ટી. કે. રાજેન્દ્રએ કહ્યું કે, "તૂતીકોરીનના લોકોને ચિંતા કરવાની જરૂર નથી. અમે પ્રયાસ કરી રહ્યાં છીએ કે સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવે. ફાયરિંગના કારણે જો કોઈનું મોત થયું હશે તો આ અંગે અમે તપાસ કરીશું."
8/8
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ઘટનાને લઈને રાજ્ય સરકારની આલોચના કરી છે. પ્રદર્શનકારિઓ પર પોલીસની કાર્યવાહીને રાહુલ ગાંધીએ રાજ્ય દ્વારા પ્રાયોજિત આંતકવાદનું ક્રૂર ઉદાહરણ ગણાવ્યું છે. અભિનેતા અને નેતા રજનીકાંત અને કમલ હાસને પણ આ ઘટનાની નીંદા કરી સરકાર પર નીશાન સાધ્યું છે.