શોધખોળ કરો
કોંગ્રેસથી ત્રાસી ગયેલા કર્ણાટકના સીએમ કુમારસ્વામીએ એક અઠવાડિયામાં બીજીવાર ધમકી આપી, કહ્યું- હું સત્તા છોડી દઇશ
1/4

કોંગ્રેસ સાથેના ગઠબંધનથી કંટાળી ગયેલા કર્ણાટકાના મુખ્યમંત્રી કુમારસ્વામીએ ફરી એકવાર કોંગ્રેસને કહ્યું કે, જો કોંગ્રેસના નેતા તેમના પર આક્ષેપ લગાવતા રહેશે તો તે રાજીનામુ આપી દેશે. તેમને કહ્યું કે, જો કોંગ્રેસના નેતાઓ મને નિશાન બતાવતા રહેશે તો હું મુખ્યમંત્રીનું પદ છોડી દઇશ.
2/4

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 28 ફેબ્રુઆરીએ પણ કુમારસ્વામીએ કોંગ્રેસના એક ધારાસભ્યની ટિપ્પણીથી હેરાન થઇને મુખ્યમંત્રી પદ છોડી દેવાની ધમકી આપી હતી. હવે આ ઘટના ફરી એકવાર સામે આવી છે.
3/4

બેગ્લુંરુઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં ફરી એકવાર તિરાડ પડતી દેખાઇ રહી છે, બુધવારે એચડી કુમારસ્વામીએ ફરીથી ધમકી આપી કે હું મુખ્યમંત્રી પદ છોડી દઇશ. આ ધમકી તેમને એક અઠવાડિયામાં બીજીવાર આપી છે.
4/4

જેડીએસના રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતાં કુમારસ્વામીએ કહ્યું કે, જો કોંગ્રેસના નેતાઓ મને વારંવાર હેરાન અને મારી સામે નિવેદનો આપતા રહેશે તો હું સત્તા છોડી દઇશ, કેમકે સત્તા તો અલ્પકાલિન છે, જે સ્થાયી છે તે તો તમે કાર્યકર્તા જ છો, અને સાથે રાજ્યની છ કરોડની જનતા.
Published at : 31 Jan 2019 10:11 AM (IST)
Tags :
Karnataka CMView More
Advertisement
Advertisement





















