હાલમાં કેટલાક લોકો ફરાર છે અને તેની તપાસ ચાલુ છે: પોલીસનું કહેવું છે કે, આ મામલે હાલમાં કેટલાક લોકો ફરાર છે તેની શોધખોળ ચાલુ છે. આ રેકેટ વિતેલા ઘણાં સમયથી સક્રિય હતું. પોલીસનું કહેવું છે કે, વિતેલા સમયથી 10 રૂપિયાના સિક્કાને લઈને બજારમાં અલગ અલગ ચર્ચાઓ ગરમ છે. ત્યાં સુધી કે ઘણાં લોકો સીક્કા લેવાની જ ના પાડી દે છે.
2/3
નવી દિલ્હીઃ દિલ્હીમાં 10 રૂપિયાના નકલી સિક્કા બનાવતા એક રેકેટનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસેના ક્રાઈમ બ્રાન્ચને મળેલી જાણકારી અનુસાર સંજય અને સુની નામના બે વ્યક્તિ રોહિણી વિસ્તારમાં 10 રૂપિયાના નકલી સિક્કાની સપ્લાઈ કરતા હતા. તપાસ બાદ જાણવા મળ્યું કે, તે બન્ને વ્યક્તિ નકલી સિક્કા બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા.
3/3
સિક્કા બનાવવાની 2 મશીનો અને અંદાજે 800 નકલી સિક્કા મળ્યા: પોલિસે જ્યારે તેની ધરપકડ કરી તો તેની પાસે નકલી સિક્કા બનાવવાના 2 મશીનો અંદાજે 800 નકલી સિક્કા મળી આવ્યા છે. આ બન્નેની પૂછપરછ કરવામાં આવી રહી છે, આ પહેલા પોલીસે બવાના વિસ્તારમાં પણ નકલી સિક્કા બનાવતા રેકેટનો પર્દાફાશ થયો હતો.