નવી દિલ્હીઃ દેશમાં દરરોજ પેટ્રૉલ અને ડિઝલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. એકબાજુ પેટ્રૉલની કિંમતો વધી રહી છે તો સામે રૂપિયા પણ ડૉલરની સરખામણીમાં નીચા સ્તરે પહોંચી રહ્યો છે.
3/4
કોંગ્રેસના પૂર્વ સાંસદ અજય માકને કહ્યું કે, કોંગ્રેસે સોમવારે ભારત બંધનું એલાન આપ્યુ છે. પાર્ટીએ બંધ પેટ્રૉલ-ડિઝલની વધતી કિંમતો અને રૂપિયામાં આવતો ઘટાડાનો વિરુદ્ધમાં બંધ આપ્યુ છે. તેમને કહ્યું કે બંધમાં કોઇપણ પ્રકારની હિંસા નહીં થાય. માકને વેપારીઓને બંધ સફળ રાખવા અપીલ કરી છે.
4/4
પાર્ટીએ મોદી સરકારને ઘેરવા આને લઇને સોમવારે (આવતકાલે) બંધનું એલાન આપ્યુ છે. કાલે થનારા બંધને લઇને કોંગ્રેસને અન્ય વિપક્ષી પક્ષોનું સમર્થન મળ્યુ છે. ભારત બંધ પહેલા દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અજય માકને કહ્યું કે આ બંધમાં 21 પાર્ટીઓ સામેલ થશે, અમને બધાનું પુરેપુરુ સમર્થન મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે લેફ્ટ પાર્ટીઓ, ડીએમકે અને એમએનએસે પહેલા જ કોંગ્રેસના ભારત બંધને સમર્થન આપી દીધુ હતું.