શોધખોળ કરો
કોંગ્રેસે પહેલા RTIથી લીધી જાણકારી, બાદમાં કહ્યું- મનમોહન સિંહની માફી માંગે મોદી, જાણો શું છે મામલો
1/5

ખેડાએ કહ્યું, ‘તેઓ વિશ્વ સામે ભારતની કઈ પ્રકારની છબિ બનાવી રહ્યા છે. કોઈપણ દેશના વડાપ્રધાનના એક-એક શબ્દનું વિશ્લેષણ થાય છે. તેમણે દેશની માફી માંગવી જોઈએ. જો તેઓ માફી નહીં માંગે તો લોકતંત્ર માટે ગંભીર ખતરો હશે.
2/5

કોંગ્રેસે પ્રવક્તા પવન ખેડાને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી આરટીઆઈ અંતર્ગત એક જૂનના રોજ મળેલા જવાબનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, મોદીનું નિવેદન વિવિધ સ્ત્રોતોથી મળેલી અનૌપચારિક તથા ઔપચારિક સૂચનાઓ પર આધારિત હતું, કોઈ સત્તવાર માહિતી કે સૂચના મળી નહોતી.
3/5

ખેડાએ મોદીની ટિકા કરતાં કહ્યું કે, ‘તેઓ ચૂંટાયેલા સભ્ય છે અને બંધારણ પ્રત્યે નિષ્ઠાના શપથ લીધા છે. તેમ છતાં તેઓ બિનસત્તાવાર સ્ત્રોતોથી મળેલી જાણકારીના આધારે નિવેદન આપીને પાર્ટીને તુચ્છ લાભ અપાવવા પદની ગરિમા જાળવતા નથી.
4/5

આપણે છેલ્લા ચાર વર્ષથી જોઈ રહ્યા છીએ કે મોદી દરેક ચૂંટણીમાં તેમનું ધૈર્ય ગુમાવી રહ્યા છે અને ન સમજાય તેવી વાત કરતા હોય છે. આ પ્રકારના નિવેદન દેશે ક્યારેય કોઈ વડાપ્રધાનના મુખેથી સાંભળ્યા નથી.’
5/5

નવી દિલ્હીઃ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ વિરુદ્ધ કરેલા નિવેદન માટે માફી માંગવા કહ્યું છે. કોંગ્રેસે કહ્યું કે, પ્રધાનમંત્રીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે કોઈપણ પુરાવા વગર ડો. સિંહ તથા અન્ય લોકો પર પાકિસ્તાન સાથે સાંઠગાઠ હોવાનો આરોપ લગાવ્યો હતો.
Published at : 10 Jun 2018 09:59 AM (IST)
View More





















