શોધખોળ કરો
કોંગ્રેસે ‘4 વર્ષ 40 સવાલો’ની બહાર પાડી પત્રિકા, કહ્યું- પીએમ મોદી અને શાહની જોડી દેશ માટે હાનિકારક
1/4

પક્ષના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું રાષ્ટ્રીય સુરક્ષાને લઈ વડાપ્રધાને ચૂંટણીમાં અનેક વાતો કરી હતી. તેનો તેમને ફાયદો પણ થયો, પરંતુ આજે રાષ્ટ્રીય સુરક્ષાની શું હાલત છે ? મોદી સરકારમાં કોઈપણ સુરક્ષિત નથી. ડોકલામમાં શું થયું, બધાને ખબર છે, જે બાદ પણ પીએમ ચીનના પ્રવાસે ગયા. ભ્રષ્ટાચારને લઈ મોદીએ મોટી મોટી વાતો કરી હતી. બ્લેક મની પરત ન લાવી શક્યા પરંતુ સફેદ નાણું બહાર મોકલી દીધું. નીરવ મોદી, વિજય માલ્યા જેવા લોકો દ્વારા હજારો કરોડો રૂપિયા બહાર મોકલી દીધા.
2/4

કોંગ્રેસ મહાસચિવ અશોક ગહલોતે કહ્યું, ચાર વર્ષમાં દરેક વર્ગના લોકો દુઃખી અને ભયભીત છે. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરનારાં લોકો ખુદ મુક્ત થઈ જશે. કોંગ્રેસ ક્યારેય ખતમ નહીં થાય. દેશમાં કૃષિની હાલત ખરાબ છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ દર સૌથી નિમ્ન સ્તરે પહોંચી ગયો છે.
Published at : 26 May 2018 05:19 PM (IST)
View More





















