પીડિતાનો આરોપ છે કે શુક્રવારે રાતે આશરે 9 વાગે તે ખેતરમાં શૌચ માટે ગઈ હતી. ત્યારે રસ્તામાં ગોપાલનગર ચોકી પર તહેનાત કોન્સ્ટેબલ ધર્મપ્રસાદે ગામના પ્રધાન સાથે મળીને મારું અપહરણ કરીને નજીકની એર સરકારી સ્કૂલના ધાબા પર લઈ ગયા હતા, જ્યાં કોન્સ્ટેબલ અને ગ્રામ પ્રધાન સહિત 7 લોકોએ મારા પર દુષ્કર્મ આચર્યું હતું.
2/4
પોલીસે પીડિતાના આરોપના આધારે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી જેલમાં મોકલી દીધો છે. આ મામલે પોલીસે છેડતી અને પોક્સો એક્ટનો મામલો નોંધ્યો છે. ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આ ઘટના બલિયાના રેવતી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોપાલનગરની છે.
3/4
બલિયાઃ યુપીના બલિયામાં એક સગીરાએ તેના પર સામૂહિક દુષ્કર્મ થયો હોવાનો આરોપ લગાવ્યો છે. આ વાતની જાણ થતાં જ સગીરાના પિતાનું હાર્ટઅટેકથી મોત થયું હતું. સગીરાએ એક પોલીસ કોન્સ્ટેબલ અને ગ્રામ પ્રધાન સહિત સાત લોકો પર આરોપ લગાવ્યો છે.
4/4
ઘટનાની જાણ થતા ગામ લોકો સ્કૂલના ધાબા પર આવી ગયા અને કોન્સ્ટેબલ ધર્મપ્રસાદને પકડી લીધો હતો. પરંતુ ગ્રામ પ્રધાન ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ગામલોકોએ કોન્સ્ટેબલને ફટકાર્યો અને બાદમાં પોલીસને સોંપી દીધો હતો. ઘટનાની જાણ જ્યારે છોકરીના પિતાને થઈ ત્યારે તેમને આઘાત લાગ્યો અને હાર્ટઅટેકથી તેમનું મોત થયું.