સ્વિફ્ટ વ્યવહારમાં એક કર્મચારી મેસેજ મોકલે છે. બીજો કર્મચારી તેને અધિકૃત કરે છે. ત્રીજો કર્મચારી મેસેજ વેરિફાય કરે છે. ચોથો કર્મચારી એલઓયુ મોકલાયા બાદ આપ-લેનું પ્રિન્ટઆઉટના રિસીવ કરે છે. હેકર્સે સમગ્ર પ્રક્રિયાને હેક કરીને તેનો ઉપયોગ રકમ મોકલવામાં કર્યો હતો.
2/6
બેંકે એફઆઈઆરમાં જણાવ્યું હતું કે, બેંકના વડામથકમાં એટીએમ સ્વીચ (સર્વર)ને માલવેર એટેક દ્વારા હેક કરાવી હતી. આ દરમિયાન ડેબિટકાર્ડ દ્વારા 14,849 વખત વ્યવહાર દ્વારા 80.5 કરોડ રૂપિયા બેંકના ખાતામાંથી ચોરી વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. હજારો ડેબિટકાર્ડ હેક કરવામાં આવ્યા હતા. બીજું ટ્રાન્જેક્શન સ્વિફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં 13.9 કરોડ રૂપિયાની રકમ વિદેશી ખાતામાં મોકલવામાં આવ્યા હતાં.
3/6
આ ઉપરાંત ભારતમાં પણ 2,849 વખત વ્યવહાર કરી 2.50 કરોડ ઉપાડ્યા હતા. કુલ 94.42 કરોડની સાઈબર ચોરી થઈ છે. આ લૂંટ 11 ઓગસ્ટે બપોરે 3 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી થઈ હતી. લગભગ 21 દેશોના હેકરે 76 કરોડ રૂપિયાના વ્યવહાર કર્યા હતા.
4/6
હેકરે 7 કલાકની અંદર 15 હજાર વ્યવહારો દ્વારા 94.42 કરોડ રૂપિયા લૂંટી લીધા હતા. બેંકે આ અંગે હોંગકોગની એએલએમ ટ્રેડીંગ લિમિટેડ કંપનીને આરોપી બનાવી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ બેંકના વડામથકના સર્વરને હેક કરી વિઝા અને રૂપે ડેબિટ કાર્ડની માહિતી ચોરી વિદેશોમાં લગભગ 12 હજાર વખત વ્યવહાર કરી 78 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.
5/6
હેકર્સે પહેલા 11 ઓગસ્ટના રોજ બેંકનું સર્વર હેક કરી 78 કરોડ રૂપિયાની ચોરી કરી હતી. ત્યારબાદ કોઈનું ધ્યાન ગયું નહીં તો 13 ઓગસ્ટે ફરી 14 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. દેશની બીજા નંબરની સહકારી બેંકનું પૂણેમાં મુખ્ય મથક છે.
6/6
પૂણે: ફિલ્મી સ્ટાઈલમાં કરાયેલી અત્યાર સુધીની સૌથી મોટી અને અનોખી સાઈબર લૂંટ પૂણેની એક બેંકમાં થઈ છે. હેકર્સે એક રૂમમાં બેસીને દેશની બીજા નંબરની સૌથી મોટી અને 112 વર્ષ જૂની પૂણેની કોસમોસ કો.ઓપરેટીવ બેંકની હેડ ઓફિસનું સર્વર હેક કરી 94 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.