શોધખોળ કરો
માત્ર 10 ટકા ATM જ થઈ શક્યા છે અપડેટ, ચીનથી પાર્ટ્સ મંગાવવા મજબૂર થયું ભારત
1/5

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે, આવતા કેટલાક દિવસોમાં આ સમસ્યાનું સમાધાન થઈ જશે. સ્વદેશી RuPay કાર્ડનું પેમેન્ટ ગેટવે સારું કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું, અમે 35 લાખ ટ્રાન્ઝેક્શન કર્યા છે જેમાંથી 25 લાક એટીએમમાં કરવામાં આવ્યા છે અને અંદાજે 6 લાખ જુદા જુદા પોઈન્ટ ઓફ સેલ મશીન દ્વારા કરવામાં આવ્યા છે.
2/5

એક બેન્કરે ઈટીને જણાવ્યું કે, પાર્ટ્સ મેળવવા અને ડિસ્પેન્સર્સમાં જરૂરી ફેરફાર કરવામાં થોડો સમય લાગશે. તેમણે કહ્યું, અમારો ટાર્ગેટ આવતા એક સપ્તાહમાં ઓછામાં ઓછા 50 હજાર મશીન ચલાવવાનો છે. જો તે 24 કલાક સાતેય દિવસ કામ કરશે તો સમસ્યાનું સમાધાન થઈ જશે. એટીએમે કરન્સી નોટ્સનું વજન કરવું પડે છે. અધિકારીએ જણાવ્યું કે, વજન પ્રમાણે જ એટીએમ રૂપિયા આપે છે. જો તે વજન ન કરી શકે તો કામ નહીં કરે.
Published at : 21 Nov 2016 12:06 PM (IST)
View More





















