શોધખોળ કરો
રાહુલ ગાંધીએ ક્યા કેન્દ્રીય પ્રધાનને ભાજપમાં થોડી ઘણી મર્દાનગી છે એવા એક માત્ર નેતા ગણાવ્યા, શું ફેંક્યો પડકાર?
1/4

નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આશ્ચર્યજનક રીતે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં એકમાત્ર ગડકરીમાં જ હિંમત છે. રાહુલે ગડકરીને કહ્યું છે કે એમણે રફાલ સોદા, બેરોજગારી, ખેડૂતોની કફોડી હાલત અને સંસ્થાઓની બરબાદી જેવા વિષયો ઉપર પણ બોલવું જોઈએ.
2/4

રાહુલે એક ટ્વીટમાં જણાવ્યું કે, ‘ગડકરીજી અભિનંદન. ભાજપમાં એકમાત્ર તમારામાં જ થોડીક હિંમત છે. કૃપા કરીને આ વિષયો ઉપર પણ કમેન્ટ કરોઃ રફાલ સોદો અને અનિલ અંબાણી, કિસાનોની કફોડી હાલત અને સંસ્થાઓની બરબાદી.’ રાહુલે બાદમાં બીજા એક ટ્વીટમાં આમ લખ્યું હતુંઃ ‘ઓહ, ગડકરીજી… મોટી માફી… હું સૌથી મહત્ત્વનો વિષય જણાવવાનું તો ભૂલી જ ગયો… રોજગાર! રોજગાર! રોજગાર! રોજગાર!’
Published at : 05 Feb 2019 10:14 AM (IST)
View More





















