શોધખોળ કરો
બતકોના તરવાથી પાણીમાં વધે છે ઓક્સિજન, ભાજપ શાસિત રાજ્યના CMનું નિવેદન, જાણો વિગત
1/4

તેમણે કહ્યું કે, તળાવ કાંઠે રહેતા માછીમારોને 50,000 બતકોનું વિતરણ કરાશે. એટલું જ નહીં ત્રિપુરાના ગામડામાં પણ બતકનું વિતરણ કરવામાં આવષે. પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો થાય અને ગ્રામીણ અર્થતંત્રમાં તેજી આવે તે હેતુથી જળાશયોની આસપાસ આવેલા ટૂરિસ્ટ કેન્દ્રોમાં બતકોનું વિતરણ કરાશે. બતક જ્યારે પાણીમાં તરે છે ત્યારે જળાશયમાં ઓક્સિજનનું સ્તર આપોઆપ વધી જાય છે. તેનાથી ઓક્સિજન રિસાઇકલ થાય છે. પાણીમાં રહેતી માછલીઓને વધારે ઓક્સિજન મળે છે. આ પ્રકારે માછલીઓનું પ્રમાણ વધે છે અને ઓર્ગેનિક રીતે મત્સ્યપાલનને પણ પ્રોત્સાહન મળે છે.
2/4

ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા બાદ બિપ્લબ દેબ તેમના નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમણે મોબ લિંચિગની ઘટનાઓ પાછળ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવી કહ્યું હતું કે ત્રિપુરામાં હવે આ પ્રકારની ઘટનાઓ પર લગામ લાગી ગઈ છે. મહાભારત કાળમાં ઈન્ટરનેટ અને સેટેલાઇટ હોવાનો દાવો કરી તેઓ સૌથી પહેલા ચર્ચામાં આવ્યા હતા. એક કાર્યક્રમમાં તેમણે યુવાનોને નોકરીના બદલે પાનની દુકાન ખોલવાની સલાહ પણ આપી હતી.
Published at : 28 Aug 2018 04:46 PM (IST)
View More





















