જાણકારો માને છે કે, બંધારણની પ્રવર્તમાન વ્યવસ્થામાં આર્થિક આધાર ઉપર અનામત આપવાની કોઈ જ જોગવાઈ નથી. આ પરિસ્થતિમાં સરકારે બંધારણીય સુધારો કરવાની જરૂરત પડશે. આ માટે સંસદના બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતીની સરકારને જરૂર પડશે.
2/3
નોંધનીય છે કે, 1991માં મંડલ કમીશનના રિપોર્ટ લાગુ થયા બાદ તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિંહા રાવે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે, 1992માં સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય કરાર કરતા નકારી કાઢ્યો હતો. ભાજપે 2003માં એક મંત્રી સમૂહની રચના કરી. જોકે, તેનો ફાયદો ન થયો અને વાજપેયી સરકાર 2004ની ચૂંટણી હારી ગઈ. 2006માં કોંગ્રેસ પણ એક કમિટી બનાવી જેને આર્થિક રીતે પછાત વર્ગોનું અધ્યયન કરવાનું હતું જે હાલની અનામત વ્યવસ્થાના દાયરમાં નથી આવતા. પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો.
3/3
નવી દિલ્હીઃ મોદી કેબિનેટે ગરીબ સવર્ણોને આર્થિક ધોરણે અનામત આપવાની મંજૂરી આપી દીધી છે. 6 જાન્યુઆરી, રવિવારે રામલીલા મેદાનમાં દલિતો માટે 'સમરસતા ખીચડી' રાંધ્યા'ના બીજા જ દિવસે સરકારે સવર્ણો ઉપર આખો દાવ કેમ ખેલી નાખ્યો? રાજકીય નિષ્ણાતો માને છે કે સવર્ણ મતદાતાઓની નારાજગીને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. કારણ કે હવે સરકારને સામાન્ય ચૂંટણીમાં ભાગ લેવાનો છે. દલિતો અને પછાત વર્ગ તરફના ઝોકના કારણે ભાજપને એ આશંકા હતી કે ક્યાંક તેના 'કોર વોટર્સ' દૂર ન જતા રહે !