જેટલીએ લખ્યું છે કે, છેલ્લા ચાર વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારનો ટેક્સ-જીડીપી દર 10 ટકાથી સુધરીને 11.5 ટકા થઈ ગયો છે. તેમાંથી આશરે અડધી (જીડીપીના 0.72 ટકા) વૃદ્ધિ નોન ઓઈલ ટેક્સ જીડીપી રેશિયોથી થઈ છે. નોન ઓઈલ ટેક્સથી જીડીપી દર 2017-18માં 9.8 ટકા હતો. જે 2007-08 પછીનું સૌથી સર્વોચ્ચ સ્તર છે. તે વર્ષે અમારા રેવન્યૂની સ્થિતિ અનુકૂળ આંતરરાષ્ટ્રીય વાતાવરણના કારણે સુધરી હતી.
3/5
જેટલીએ એમ પણ લખ્યું છે કે, આ સરકારને રાજકોષીય મજબૂતી અને આર્થિક દાયિત્વ વ્યવહારને લઈ મજબૂત પ્રતિષ્ઠા બનાવી છે. રાજકોષીય રૂપથી અનુશાસન નહીં કરવાના કારણે વધારે ઋણ લેવું પડે છે, જેનાથી ઋણનો ખર્ચ વધી જાય છે.
4/5
એક ફેસબુક પોસ્ટમાં જેટલીએ લખ્યું, માત્ર નોકરિયાત વર્ગ જ તેમના હિસ્સાનો ટેક્સ ચુકવે છે. જ્યારે મોટાભાગના અન્ય લોકોએ તેમના ટેક્સ રેકોર્ડને સુધારવાની જરૂર છે. આ કારણે ભારત હજુ સુધી ટેક્સનું પાલન કરનારો દેશ બની શક્યો નથી. જો લોકો ઇમાનદારીથી ટેક્સ ચુકવશે તો ટેક્સેશન માટે પેટ્રોલિયમ ઉત્પાદનો પર નિર્ભરતા ઓછી કરી શકાશે.
5/5
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટા ઘટાડાની આશા રાખતાં આમ આદમીને મોટો ઝટકો લાગી શકે છે. નાણામંત્રી અરૂણ જેટલીએ પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાની સંભાવનાને નકારતાં કરહ્યું કે આ પ્રકારનું કોઈ પણ પગલું નુકસાનદાયક સાબિત થઈ શકે છે. પેટ્રોલિયમ પદાર્થો પર રેવન્યૂના સ્ત્રો તરીકે નિર્ભરતા ઓછી થાય તે માટે તેમણે લોકોને ટેક્સ ઇમાનદારીથી ચૂકવવા કહ્યું.