તમને જણાવી દઈએ કે, તેજાએ આ મદદ માટે સુષ્મા સ્વરાજનો આભાર માન્યો હતો. તેમને લખ્યું હતું કે, કદાચ અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી સારા વિદેશ મંત્રી મળ્યા છે દેશને. અમને તમારા પર ગર્વ છે.
2/6
સુષ્માએ અમેરિકામાં ભારતીય હાઈકમિશ્નર નવતેજ સરનાને માનવીય આધાર પર તેજાની મદદ કરવા અને જલ્દીમાં જલ્દી પાસપોર્ટ અપાવવા કહ્યું છે.
3/6
ડી.રવિ તેજાએ ટ્વિટ કર્યા બાદ પહેલા તો સુષ્મા સ્વરાજે તેને ખખડાવ્યો હતો. ત્યાર બાદ સુષ્મા સ્વરાજે લખ્યું હતું કે, ‘ડી.રવિ તેજા…તમે ખોટા સમય પર પોતાનો પાસપોર્ટ ખોયો છે, તમે તમારા લગ્નના યોગ્ય સમયે પહોંચી શકો તેના માટે હું તમારી મદદ કરીશું.’
4/6
તેજાએ સુષમા સ્વરાજે ટ્વિટ કર્યું હતું કે, સુષ્મા સ્વરાજજી મારો પાસપોર્ટ અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ખોવાઈ ગયો છે. 13-15 ઓગસ્ટે મારા લગ્ન છે. તેના માટે હું 10 ઓગસ્ટે ભારતની આવવાનો છું. પ્લીઝ મારી મદદ કરો, જેથી હું સમયસર લગ્નમાં પહોંચી શકું. તમે મારી એકમાત્ર આશાનું કિરણ છો, જે પણ જરૂરી હોય તે કરવા તૈયાર છું.
5/6
તેના માટે 10 ઓગસ્ટે તે ભારત આવવાનો હતો પરંતુ તેની વચ્ચે તેનો પાસપોર્ટ ખોવાઈ ગયો હતો. પાસપોર્ટ ખોવાઈ જવાના કારણે તે અમેરિકામાં ફસાઈ ગયો છે. એવામાં તેમને વિદેશ મંત્રીને ટ્વિટ કરી તેમની મદદની માંગણી કરી હતી.
6/6
નવી દિલ્હી: લગ્નના બે અઠવાડિયા પહેલા પાસપોર્ટ ખોવાઈ જવાના કારણે અમેરિકામાં કામ કરી રહેલા એક ભારતીયને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જોરદાર ખખડાવ્યો હતો. ડી.રવિ તેજા વોશિંગ્ટન ડીસીમાં નોકરી કરી રહ્યો છે. બે અઠવાડિયા બાદ તેના લગ્ન છે.