શોધખોળ કરો
પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીનું નિધન, લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડાતા હતા
1/6

સોમનાથ ચેટર્જી 10 વાર લોકસભા સભ્ય રહ્યાં, માકપાની કેન્દ્રીય સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. તે 2004 થી 2009 ની વચ્ચે લોકસભાના અધ્યક્ષ રહ્યાં હતાં. તેમની પાર્ટીએ યુપીએ 1 વખતે સમર્થન પાછુ ખેંચ્યા બાદ લોકસભા અધ્યક્ષ પદેથી તેમને રાજીનામું આપવાની ના પાડી બાદમાં તેમને 2008 માં તેમને માકપામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
2/6

નોંધનીય છે કે, છેલ્લા 40 દિવસથી ચેટર્જીની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્યમાં સુધારાના સંકેત મળ્યા બાદ તેમને હૉસ્પીટલમાંથી છુટ્ટી પણ આપવામાં આવી હતી, પણ મંગળવારે તબિયત વધુ કથળતા તેમને ફરીથી હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું નિધન થયુ છે.
Published at : 13 Aug 2018 09:45 AM (IST)
View More




















