પોલીસે ગુરુવારે કોર્ટમાં પીડિતાનું કલમ 164 હેઠળ નિવેદન નોંધી કાર્યવાહી કરવાનું ફરમાન આપ્યં હતું. આ મામલામાં ચંદીગઢના મનીમાજરા પોલીસ સ્ટેશનના પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક સુનીલ કુમાર ઉર્ફ સન્ની અને અન્ય વિરુદ્ધ ગેંગરેપ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે મુખ્ય આરોપી સન્ની અને એક આરોપીની ધરપકડ કરી લીધી છે. બાકી આરોપીઓની શોધખોળમાં પોલીસ રેડ પાડી રહી છે.
4/6
ઘટનાના લઇને પતિ-પત્ની પહેલા મદદ માટે પંચકુલા પોલીસ સ્ટેશન ગયા ત્યાં તેમને કોઇપણ જાતની કાર્યવાહી કર્યા વિના ચંદીગઢના મનીમાજરા પોલીસ સ્ટેશનમાં મોકલી દીધા હતા. મનીમાજરા પોલીસ સ્ટેશનમાં પીડિતાને સમગ્ર ઘટના વિશે પુછપરછ કરવામાં આવી અને પીડિતાનો મેડિકલ કરાવીને એફઆઈઆર નોંધાવી હતી. મેડિકલ રિપોર્ટમાં પીડિતા સાથે ગેંગરેપ થયો હોવાનું સામે આવ્યું હતું.
5/6
જ્યારે ઘટના બની તે દરમિયાન પીડિતાએ પોતાના પતિને ફોન કરવાની પણ કોશિશ કરી પરંતુ હોટલ સંચાલક આરોપી સુનીલ કુમાર ઉર્ફ સન્નીએ તેનો મોબાઈલ છીનવી લીધો હતો. જોકે, ચાર દિવસ બાદ પીડિતા કોઈ રીતે જીવ બચાવીને ગેસ્ટ હાઉસથી બહાર આવી અને પોતાના પતિને ફોન કરી ઘટનાની સમગ્ર જાણકારી આપી હતી.
6/6
ચંદીગઢઃ હરિયાણના પંચકુલામાં એક ધ્રૂણાસ્પદ અને ગેંગરેપની ઘટના સામે આવી છે. પંચકુલાના મોરની હિલ્સ વિસ્તાર 40 લોકોએ ચંદીગઢ નિવાસી 22 વર્ષની યુવતીને બંધક બનાવીને 4 દિવસ સુધી ગેંગરેપ કર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ ઘટના કેંબવાલા ગામના એક ગેસ્ટ હાઉસમાં અંજામ આપવામાં આવ્યો.