કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોતે ખરડાને રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બિલ ગઇકાલે લોકસભામાં પસાર થયું હતું. લોકસભામાં ફક્ત ત્રણ સભ્યોએ જ બિલનો વિરોધ કર્યો હતો. આ બિલ પર ચર્ચા દરમિયાન કોગ્રેસ સાંસદ સિબ્બલે કહ્યું હતું કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમુદાયને અનામત છે પરંતુ જ્યારે આર્થિક રીતે કમજોર વર્ગને અનામત આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ બિલમાં 5-10 હજાર રૂપિયા કમાવનાર દલિત પરિવાર કમજોર વર્ગનો નથી પરંતુ આઠ લાખ રૂપિયા કમાવનાર નબળા વર્ગના છે. સિબ્બલે કહ્યું કે, આ બિલ સુપ્રીમ કોર્ટના નવ જજોની પીઠના વિરુદ્ધમાં છે. એટલા માટે બંધારણમાં સંશોધન કરી શકાય નહીં.
2/4
કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, અગાઉ કોગ્રેસે કેમ સવર્ણ જાતિઓને અનામત આપ્યું નહી. અમે આપવા જઇ રહ્યા છીએ ત્યારે તમે સવાલ ઉઠાવી રહ્યા છો. આ બંધારણના મૌલિક અધિકારમાં પરિવર્તન છે. આ કેન્દ્ર નહી પરંતુ રાજ્ય સરકારની નોકરીઓમાં પણ લાગુ થશે. સમર્થન કરવું છે તો પુરતું કરો. મોદી સરકારમાં હિંમત છે કે તેઓ ગરીબોના તમામ વર્ગની ચિંતા કરે છે. જાતિગત અનામત પર સુપ્રીમ કોર્ટે 50 ટકા સીમા નક્કી કરી છે જ્યારે આર્થિક આધાર પર અનામત માટે કોઇ સીમા નથી.
3/4
નવી દિલ્હીઃ આર્થિક રીતે નબળા સવર્ણોને શિક્ષણ અને રોજગારીમાં 10 ટકા અનામત આપવા સંબંધિત બિલ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. સવર્ણ અનામત બિલને લઇને રાજ્યસભામાં થયેલા મતદાન દરમિયાન સમર્થનમાં 149 અને બિલના વિરોધમાં ફક્ત સાત મત પડ્યા હતા. આ અગાઉ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાનો કનિમોઝીએ પ્રસ્તાવ મુક્યો હતો. જેના પર થયેલા મતદાનમાં તેના પક્ષમાં 18 અને વિરુદ્ધમાં 155 મત પડ્યા હતા. આ સાથે આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગને પણ ફગાવી દેવામાં આવી હતી.
4/4
સિબ્બલે કહ્યું કે જેટલી નોકરીઓ ઉભી નહી થઇ એનાથી વધારે નોકરીઓ જતી રહી છે. પ્રાઇવેટ અને સરકારી બંન્ને ક્ષેત્રમાં નોકરીઓની સંખ્યા ઘટી છે. દેશના યુવાઓ આજે નોકરી માટે તરસી રહ્યા છે અને આ તક ફક્ત દેશનો વિકાસ થાય ત્યારે જ મળશે. દેશમાંથી રોકાણ સતત બહાર જઇ રહ્યું છે. બંધારણ બદલવામાં આવી રહ્યું છે તેમ છતાં સરકાર આ બિલને સિલેક્ટ કમિટિ પાસે મોકલવા માંગતી નથી. સરકાર પાસે પાંચ વર્ષ હતા પરંતુ કેમ જલદી કરવામાં આવી રહ્યું છે. એક તરફ અઢી લાખ રૂપિયાની આવક ધરાવનારાઓને ટેક્સ આપવો પડે છે અને બીજી તરફ આઠ લાખ રૂપિયા વાર્ષિક આવક ધરાવનારાઓને ગરીબ બતાવી તેમને અનામત આપવામાં આવી રહ્યું છે.