મેરઠ: મેરઠના લિસાડી ગેટ વિસ્તારમાં એક યુવકે યુવતી સાથે એક વર્ષ સુધી પરાણે શારીરિક સંબંધ બાંધતાં યુવતી ગર્ભવતી થતાં હોબાળો મચી ગયો હતો. યુવકે યુવતીની અશ્લીલ ક્લીપ બનાવી હતી અને તેનાથી બ્લેકમેલ કરી સંબંધ રાખતો હતો. આ ઘટના પંચાયતમાં પહોંચતા યુવતી સાથે થયેલા અન્યાય સામે પાંચ લાખ રૂપિયા આપીને રફે-દફે કરવાનો ચુકાદો આપ્યો હતો.
2/5
પોલીસનું કહેવું છે કે, પંચાયત અંગે કોઈ જાણકારી નથી. ફરિયાદ લઈ લેવામાં આવી છે. યુવતીની મેડિકલ તપાસ થઈ રહી છે અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.
3/5
પંચાયતે આ મુદ્દે કોઈ કાર્યવાહી ન કરી યુવતીના ઘરવાળાઓને પાંચ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું. જોકે, યુવતીના ઘરવાળાઓએ પંચાયતનો નિર્ણય માનવાની ના પાડી દીધી. ત્યારબાદ એસપીના એક નેતા યુવતીના પરિવારજનો સાથે લિસાડી ગેટ પોલીસ સ્ટેશન ગયા અને રિઝવાન વિરુદ્ઘ અપહરણ, રેપ અને પોકસો એકટ હેઠળ FIR નોંધાવી હતી.
4/5
એટલું જ નહીં, યુવતીને ધમકી આપી કે, જો તેણે કોઈને કશું જણાવ્યું તો તે વીડિયો અપલોડ કરી દેશે અને તેને બદનામ કરી દેશે. યુવતી ગર્ભવતી હોવાં છતાં આરોપીએ ધમકીઓ આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બનાવ્યા. યુવતીના પરિવારજનોને આ જાણ થતા રિઝવાન સાથે મારપીટ પણ કરી હતી. ત્યાર બાદ મોહલ્લામાં જવાબદાર લોકોની કથિત પંચાયત મળી હતી.
5/5
આ અંગેની વિગતો એવી છે કે, લિસાડી ગેટના લકખીપુરામાં યુવતી પાડોશમાં રહેતા રિઝવાન તરફ આકર્ષાઇ હતી. રિઝવાને લગ્નની લાલચ આપી તેની સાથે ઘણીવાર શારીરિક સંબંધો બનાવ્યા અને આ દરમિયાન તેનો અશ્લિલ વીડિયો પણ બનાવી લીધો. યુવતીએ ગર્ભવતી થતાં રિઝવાન પર લગ્નનું દબાણ કર્યું. જોકે, રિઝવાને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી.