સીપીએઓ સાર્વજનિક ક્ષેત્રની બેંકો દ્વારા કેન્દ્રીય સરકારી પેન્શનધારકોને પેન્શન જારી કરે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં આ બજેટ 32070 કરોડ રૂપિયાનું છે. વર્ષ 2015-16માં સીપીએઓએ 60211 પેન્શનધારકોની ફરિયાદનું સમાધાન કરવામાં આવ્યું હતું.
2/4
પોર્ટલ લોન્ચિંગના સમયે જેટલીએ કહ્યું કે, આ વ્યવસ્થાથી વરિષ્ઠ નાગરિકોને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે અને તે ઘર બેઠે સરકારી સેવાનો લાભ લઈ શકશે. જેટલીએ કહ્યું કે, હવે કોઈ પેન્શનધારક પરેશાન નહીં થાય કારણ કે તે અમારા માટે વરિષ્ઠ નાગરિક છે. તેમને સંશાધનોની જરૂર છે અને અમને તેની જરૂર છે, કારણ કે તે અમારા માટે સંશાધન છે. તેમણે કહ્યું કે, કોઈ પ્રકારની બેદરકારી તેમના માટે એક રીતે કનડગત ઉભી કરે છે. તેમણે કહ્યું કે, સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ (CPAO) દ્વારા આ સંબંધમાં લેવામાં આવેલ નિર્ણય ખૂબ મોટો અને કલ્યાણકારી પગલું છે.
3/4
નવી વ્યવસ્થા અંતર્ગત પેન્શનધારકોને એસએમએસ સુવિધા પણ આપવામાં આવશે, જેના દ્વારા તે પેન્શનની પ્રક્રિયા અને ફરિયાદ નોંધાવી શકશે. વેબસાઈટ આ વૃદ્ધોની સમસ્યાઓના એક જ મંચ દ્વારા ઝડપથી સમાધાન થાય તેવા પ્રયત્ન કરશે. આ પેન્શનધારકો મોબાઈલ ડિવાઈસથી પણ ઓપરેટ કરી શકશે. તેના ર પેન્શનરોને પ્રતિક્રિયા આપવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. જેથી જાણી શકાય કે જે સેવા આપવામાં આવી રહી છે તેનાથ પેન્શનર્સ સંતુષ્ટ છે કે નહીં.
4/4
નવી દિલ્હીઃ સરકારે પેંશનધારકોની સુવિધા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું લીધું છે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ બુધવારે નવી દિલ્હીમાં www.cpao.nic.in નામનું એક પોર્ટલ લોન્ચ કર્યું. જેના પર અંદાજે 11.61 લાખ સરકારી પેંશનધારકો હવે પોતાના પેંશનને ઓનલાઈન ટ્રેક કરી શકસે. તે એસએમેસ દ્વારા પણ પેન્શન સંબંધિત ફરિયાદ નોંધાવી શકશે અને તેના પર થયેલ કાર્યવાહીની વિગતો પણ મેળવી શકશે. તેનો લાભ સામાન્ય પેન્શન, પરિવાર પેન્શન અને ફ્રીડમ ફાઈટર પેન્શન મેળવનારાઓને મળશે જે આ પોર્ટલ પર લોગ ઇન કરી સરકારી ઓફિસના ચક્કર લગાવવાથી મુક્તિ મેળવી શકશે.