કાર, સ્કુટર અને મોપેડ ખરીદવા માટે મળતુ એડવાન્સ પણ બંધ થઇ ગયુ છે. જો કે આ માટે કર્મચારીઓને વ્યાજ આપવુ પડતુ હતુ. કોમ્પ્યુટર ખરીદવા માટે મળતા એડવાન્સના નિયમ બદલાયા છે. હવે કોમ્પ્યુટર ખરીદવા માટે પ૦,૦૦૦ રૂ. સુધીનું એડવાન્સ મળશે. જો કે કોઇ એક કર્મચારી નોકરીના ગાળામાં પાંચવાર જ કોમ્પ્યુટર માટે એડવાન્સ લઇ શકશે. આ સુવિધા તમામ સરકારી કર્મચારીઓને મળશે.
2/5
નવી દિલ્હી: નાણા મંત્રાલયે કેન્દ્રીય કર્મચારીઓને વ્યાજમુકત મળતી ૭ જેટલી સ્કીમો બંધ કરી છે. કેન્દ્રીય કર્મચારીઓને હવે કાર, સાઇકલ અને ગરમ કપડા વગેરે ખરીદવા માટે એડવાન્સમાં વ્યાજમુકત લોન નહી મળે. ૭માં વેતનપંચની ભલામણો અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ઇલાજ માટે એડવાન્સ મળશે. નાણા મંત્રાલયે કહ્યુ છે કે, સાઇકલ ખરીદવા, તહેવારોમાં ખર્ચ કરવા માટે અને કુદરતી આફત વખતે અપાતુ વ્યાજમુકત એડવાન્સ હવે બંધ કરી દેવાયુ છે.
3/5
નાણા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ૭મુ વેતનપંચ લાગુ થયા બાદ સરકારી કર્મચારીનું ન્યુનતમ વેતન ૧૮,૦૦૦ રૂ. માસિક થયુ છે. દિલ્હી જેવા શહેરોમાં કોઇ સાઇકલ ઉપર ઓફિસ આવતા નથી તેથી માટેનુ એડવાન્સ અપ્રાસંગિક થઇ ગયુ છે. આદેશ અનુસાર સરકારે સાઇકલ ખરીદવા, ગરમ કપડા ખરીદવા, ટ્રાન્સફર થવા પર, કોઇ તહેવાર પુર્વે, કુદરતી આફત, લીવ સેલેરી અને કેસ લડવા માટે મળતુ એડવાન્સ સમાપ્ત કરી દીધુ છે. અત્યાર સુધી આ એડવાન્સ સરકારી કર્મચારીઓને વગર વ્યાજે મળતુ હતુ.
4/5
નાણા મંત્રાલયે એક આદેશ અનુસાર સરકારી કર્મચારીઓને મળતા અડધો ડઝનથી વધુ એડવાન્સ બંધ કરી દીધા છે. હવે સરકારી કર્મચારી સ્કુટર કે સાઇકલ ખરીદવા માટે પણ પોતાના વિભાગ પાસેથી એડવાન્સ લઇ નહી શકે.
5/5
વેતન વૃધ્ધિની ભલામણ કરનાર વેતનપંચે તમામ પ્રકારના વ્યાજમુકત એડવાન્સની સુવિધા બંધ કરવાની ભલામણ કરી હતી. ફકત ચાર સુવિધાઓ માટે ચાલુ રાખવા કહ્યુ હતુ. બીમાર થવા પર ઇલાજ, યાત્રા ભથ્થુ, ટ્રાન્સફર અને એલટીસી તથા દિવંગત કર્મચારીના પરિવારને યાત્રા માટે વ્યાજ વગર એડવાન્સ આપવાની સુવિધા ચાલુ રાખવા ભલામણ થઇ હતી.