એમણે જણાવ્યું કે, આ બંને કેટલાક મહિનાથી સાથે રહેતા હતા. જ્યારે એ સગીર પુત્રને ધમકાવતી હતી, તો એ કહેતા કે તમારે પણ બહેનપણી છે. યમુનાનગરના પોલીસ અધિકારી નરેન્દ્ર રાણાએ જણાવ્યું કે, પોલીસે બંનેના ફોન સર્વલાન્સ પર મૂક્યા છે, જેથી એમનું લોકેશન ટ્રેસ કરી શકાય. પ્રારંભિક તપાસમાં આ મામલો સમલૈંગિક સંબંધનો હોવાની શક્યતા છે. પોલીસની તપાસ ચાલું છે.
2/4
તપાસ દરમિયાન ખબર પડી કે બંને યુવકના પરિવારજનો કેટલાક મહિનાથી તેમને ચાલ-ચલન જોઈને તમનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. દુલ્હાના સગીર મિત્રની માતાનું માનીએ તો ગત વર્ષે જ એમણે પોતાના પુત્રને પરિવારથી બેદખલ કરી દીધો હતો.
3/4
11 સપ્ટેમ્બરે યુવકના લગ્ન હતા. પરંતુ લગ્નના એક દિવસ પહેલા દુલ્હો પોતાના સગીર યુવક મિત્ર સાથે ગાયબ થઈ ગયો. દુલ્હાની માતાએ કહ્યું કે એના પુત્રના સગીર મિત્ર કેટલાક દિવસથી આ લગ્ન મુદ્દે નારાજગી વ્યક્ત કરી રહ્યો હતો. એક વખત ફોન પર લગ્ન ન કરવાની ધમકી આપી હતી.
4/4
નવી દિલ્હીઃ હરિયાણાના યમુનાનગરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વરરાજા પોતાના લગ્નના એક દિવસ પહેલા અચાનક ગાયબ થઈ ગયો. જ્યારે આ કિસ્સો પોલીસ પાસે ત્યારે યુવક સમલૈંગિક હોવાનું સામે આવ્યું. મળતી માહિતી અનુસાર યમુનાનગરના કાંસાપુર રોડ સ્થિત કોલોનીમાં રહેતો 25 વર્ષીય યુવકની સગાઈ બે વર્ષ પહેલાં પંજાબના મુબારકપુરની છોકરી સાથે થઈ હતી.