આ બોર્ડે આ દવાઓ પર પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દીધો, દવા ટેકનિકલી સલાહકાર બોર્ડે અન્ય વાતો ઉપરાંત એ ભલામણ પણ કરી કે 328 એફડીસીમાં નિહિત સામગ્રીનો કોઇ ચિકિત્સીય ઔચિત્ય નથી અને આ એફડીસીમાં માનવ સ્વાસ્થ્યને ખતરો પહોંચાડી શકે છે.
2/4
આ પહેલા કેન્દ્ર સરકારે 2016ના માર્ચ મહિનામાં ઐષધિ અને પ્રસાધન સામગ્રી અધિનિયમ, 1940ની કલમ 26એ અંતર્ગત માનવ ઉપયોગના ઉદેશ્યથી 344 એફડીસીના ઉત્પાન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ સરકારે સમાન જોગાવાઇઓ અંતર્ગત 344 એફડીસી ઉપરાંત 5 અને એફડીસીને પ્રતિબંધિત કરી દીધી હતી.
3/4
આ ઉપરાંત મંત્રાલયે કેટલીક શરતોની સાથે 6 એફડીસીના ઉત્પાદન, વેચાણ કે વિતરણને પણ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. આ પ્રતિબંધના કારણે 1.18 લાખ કરોડના દવા ઉદ્યોગને લગભગ 1,500 કરોડની ખોટ જશે.
4/4
નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે તત્કાલિક પ્રભાવથી માનવ ઉપયોગના ઉદેશ્યથી 328 એફડીસી (ફિક્સ્ડ ડૉઝ કૉમ્બિનેશન કે નિશ્ચિત ખોરાક સંયોજન)ના ઉત્પાદન, વેચાણ કે વિતરણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.