ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. જેના કારણે બદ્રીનાથ, કેદારનાથ અને યમુનોત્રી જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ચારધામ યાત્રા પણ પ્રભાવિત થઈ છે. ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે દિલ્હીમાં ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
2/3
ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યમાં સતત વરસી રહેવા વરસાદથી પંજાબ અને હિમાચલ પ્રદેશ સહિત કેટલાક રાજ્યમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. સોમવારે મોટા ભાગના ઉત્તર ભારતના રાજ્યમાં વરસાદને કારણે આઠ લોકોના જીવનો ભોગ લેવાયો હતો. પંજાબમાં ભારે વરસાદને ધ્યાનમાં લઇને રેજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે.
3/3
નવી દિલ્હી: સતત ભારે વરસાદના કારણે ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં સોમનારે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. જ્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં ભારે વરસાદના કારણે 10 લોકોના મોત થયા છે.