હાલમાં જ થયેલી પાકિસ્તાનની ચુંટણીમાં ઇમરાન ખાનની પીટીઆઈએ નેશનલ એસેમ્બલીની 116 સીટો પર જીત મેળવી હતી. તે સૌથી મોટી પાર્ટી બની હતી. જોકે સરકાર બનાવવા માટે પાર્ટીને હજુ 21 સભ્યોના સમર્થનની જરૂર છે.
2/5
ઈમરાન ખાને પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે આગામી 11 ઓગસ્ટના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે. પીટીઆઈ આ સમારોહને પાકિસ્તાનની આઝાદીની વર્ષગાંઠ 14 ઓગસ્ટ પહેલા કરવા માંગતી હતી.
3/5
નવી દિલ્હી: પાકિસ્તાનમાં ઈમરાન ખાનના પ્રધાનમંત્રીના પદના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ તરફથી ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહને યાદગાર બનાવવા માટે પૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
4/5
પીટીઆઈના પ્રવક્તા ફવાદ ચૌધરીએ બુધવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની બહાર મીડિયા સાથેની વાતચીતમાં આ જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, નવજોત સિંહ સિદ્ધુ અને બોલીવૂડ અભિનેતા આમિર ખાનને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
5/5
આ પહેલા જાણકારી સામે આવી હતી કે શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સહિત અન્ય વિદેશી નેતાઓને આમંત્રણ આપવામાં આવી શકે છે. જેનું ખંડન કરતા પ્રવક્તા ફવાદ ચૌધરીએ મંગળવારે ટ્વીટ કરી લખ્યું, મીડિયામાં જે અટકળો લગાવવામાં આવી રહી છે તે સાચી નથી, તેમની પાર્ટી પાકિસ્તાનના વિદેશ કાર્યાલય સાથે વાતચીત કર્યા બાદ સાર્ક દેશોના પ્રમુખોને બોલાવવા બાબતે નિર્ણય લેશે.