શ્રીહરિકોટા: ભારતીય અંતરિક્ષ સંગઠન (ઇસરો) આજે આજે ધ્રુવિય પ્રક્ષેપણ(PSLV) સી-35 લોંચ કરી અત્યાર સુધીના સૌથી લાંબા મિશનને પૂર્ણ કર્યું છે. ISROએ સોમવારે સવારે 9.12 વાગ્યે પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ(PSLV) C-35ના લોન્ચિંગ સાથે તેના અત્યાર સુધીના સૌથી લાંબા મિશનને અંજામ આપ્યો છે. શનિવારે શ્રીહરિકોટા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી PSLVના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું હતું.
2/5
આ સાથે 8 સેટેલાઈટ્સનું એક સાથે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આઠ સેટેલાઈટ્સમાં સ્કેટસેટ-1, પાંચ વિદેશી અને ભારતીય યુનિવર્સિટીના બે સેટેલાઈટ સામેલ છે. સ્કેટસેટને દરિયાઈ અને હવામાન વિશે અભ્યાસ કરવા માટે લોંચ કરવામાં આવ્યો છે. આ તમામને PSLVની મદદથી લોન્ચ કરવામાં આવ્યા.
3/5
ISRO અનુસા, આ સેટેલાઈટ્સને લઈને જનાર PSLVની આ સૌથી લાંબી મુસાફરી હશે. ISRO પ્રમાણે, સ્કેટસેટથી ભારતીય વૈજ્ઞાનિકોને દરિયા વિશે વધારેમાં વધારે જાણકારી હાંસલ કરવામાં મદદ મળશે. સાથે જ આ હવામાન વિશે પણ જાણકારી ઉપલબ્ધ કરાવશે. સ્કેટસેટ સેટેલાઈટનું વજન 377 કિલો છે. આઈઆઈટી મુંબઈના પ્રથમ અને બેંગ્લુરુની પીએસઈ યુનિવર્સિટીના પિસાટ સેટેલાઈટ સાથે અમેરિકા, અલજીર્યા અને કેનેડાના પાંચ સેટેલાઈટ પણ મોકલવામાં આવી રહ્યા છે.
4/5
પહેલીવાર PSLV એક જ અભિયાનમાં બે એકદમ અલગ-અલગ ભ્રમણકક્ષાઓમાં સેટેલાઈટ્સ સ્થાપિત કરશે. આ સમગ્ર મિશન 2 કલાક 15 મિનિટ અને 33 સેકન્ડનું છે. આ ISROનું અત્યાર સુધીનું સૌથી લાંબુ મિશન છે. તેમાં સેટેલાઈટ્સ અલગ-અલગ ઊંચાઈએ વિવિધ ભ્રમણકક્ષાઓમાં સ્થાપિત કરવામાં આવશે. આ PSLVનું 37મું લોન્ચિંગ થશે, જ્યારે એક્સએલ મોડમાં આ તેની 15મી ઉડાન હશે.
5/5
લોન્ચિંગ બાદ 16 મિનિચ 56 સેકન્ડમાં PSLV 730 કિમીની ઊંચાઈ હાંસલ કરી લેશ અને ચોથા તબક્કાનું એન્જિન બંધ થઈ જશે. 17 મિનટ 33 સેકન્ડમાં મુખ્ય સેટેલાઈટ સ્કેટસેટ-1 લોન્ચિંગ યાનથી અલગ થઈ જશે. મિશન એક કલાક 22 મિનિટ 58 સેકન્ડમાં ચોથા તબક્કાનું એન્જિન ફરી શરૂ કરવામાં આવશે અને 2 કલાક 11 મિનિટ 46 સેકન્ડમાં PSLV નીચે 68.73 કિમીની ઊંચાઈએ પહોંચી જશે. અહીંથી ચોથા ચરણનું એન્જિન બંધ કરીને ડ્યૂઅલ લોન્ડ એડેપ્ટરને લોન્ચિંગ યાનથી અલગ કરી દેવામાં આવશે અને એક-એક કરીને અન્ય સાત સેટેલાઈટ્સને તેની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી દેવામાં આવશે. સ્કેરસેટ-1ને 730 કિમી તથા અન્ય સેટેલાઈટ્સને 680 કિમીની ઊંચાઈએ ધ્રુવીય સૌર સુમેળ ભ્રમણકક્ષાઓમાં સ્થાપિત કરવામાં આવશે.