ભારત આ પહેલા 2011થી 2014 અને 2014થી 2017 એમ બે વખત માનવાધિકાર પરિષદનું સદસ્ય રહી ચુક્યું છે. ભારતનો અંતિમ કાર્યકાળ 31 ડિસેમ્બર 2017ના રોજ સમાપ્ત થયો હતો.
2/3
ભારત સિવાય બહરીન, બાંગ્લાદેશ,ફિજી અને ફિલીપાઇન્સે પોતાનું નામાંકન ભર્યું હતું. આ દેશો વચ્ચે ભારતની જીત નક્કી માનવામાં આવી રહી હતી. નવા સદસ્યોનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2019થી શરૂ થઈને ત્રણ વર્ષ સુધી ચાલશે.
3/3
નવી દિલ્હી: ભારત સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય માનવાધિકાર સંસ્થામાં ત્રણ વર્ષ માટે શુક્રવારે ચૂંટાયું. તેનો કાર્યકાળ 1 જાન્યુઆરી, 2019થી શરૂ થશે. તેને એશિયા-પ્રશાંત શ્રેણીમાં 188 મત મળ્યા છે. તમામ ઉમેદવારોમાં તેને સૌથી વધારે વોટ મળ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની 193 સદસ્યોની મહાસભામાંમાં આગામી ત્રણ વર્ષ માટે માનવાધિકાર પરિષદના નવા સદસ્યોની ચૂંટણી કરવામાં આવી હતી. ગુપ્ત મતદાન દ્વારા 18 નવા સદસ્યો પૂર્ણ બહુમતથી ચૂંટાયા છે. પરિષદમાં ચુંટાવવા માટે કોઈપણ દેશને ઓછામાં ઓછા 97 વોટની જરૂર હોય છે.