એબીપી અસ્મિતાને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભારતીય લશ્કરે પાકિસ્તાને પચાવેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને ફરી વાર સર્જીકલ સ્ટ્રાઈક કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. આ મામલો સંવેદનશીલ હોવાથી વધારે વિગતો નથી અપાઈ.
2/7
નવી દિલ્લીઃ ભારતે પાકિસ્તાને પચાવેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી તેના કારણે પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું છે ત્યારે ભારતીય લશ્કર હવે પાકિસ્તાનને ફરી આવો જ મોટો આંચકો આપવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે.
3/7
આતંકવાદીઓ આ રીતે ફરી હુમલો કરે તે પહેલાં તેમના પર ત્રાટકીને સર્જીકલ સ્ટ્રાઈક કરવાની વ્યૂહરચના લશ્કરે બનાવી છે. આ વ્યૂહરચનાને અમલી બનાવીનવે બહુ નજીકના ભવિષ્યમાં જ ફરી આવી સર્જીકલ સ્ટ્રાઈક કરાશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
4/7
આ હુમલાના કારણે ભારતીય લશ્કર સતર્ક થઈ ગયું છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા સજ્જ છે. પાકિસ્તાને પચાવેલા કાશ્મીર (પીઓકે)માં તમામ આતંકવાદી કેમ્પોનો સફાયો નહીં થાય ત્યાં સુધી આવું થતું રહેશે તેવો સૌને મત છે.
5/7
આતંકવાદીઓએ કાશ્મીરના બારામુલ્લામાં હુમલો કર્યો તેમાં ભારતનો એક જવાન શહીદ થયો હતો. છ આતંકવાદીએ આ હુમલો કર્યો હતો ને તેમાંથી એક પણ આતંકી ઝડપાયો નહોતો. ગુરદાસપુરમાં બીએસએફની ચોકી પર હુમલો કરાયો હતો.
6/7
ઉરીમાં પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓએ આર્મી કેમ્પમાં ઘૂસીને હુમલો કર્યો તેમાં ભારતના 18 જવાનો શહીદ થયા હતા. ભારતે તેનો જવાબ પાકિસ્તાને પચાવેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા 50 આતંકીને મારીને આપ્યો હતો.
7/7
ભારતીય લશ્કરની આ સર્જીકલ સ્ટ્રાઈકમાં સાત આતંકવાદી કેમ્પનો પણ સફાયો થયો હતો. જો કે આતંકવાદીઓએ ઉરી જેવો જ બીજો કાંડ સર્જવા માટે રવિવારે કાશ્મીરમાં બે સ્થળે અને પંજાબમાં ગુદાસપુરમાં આર્મીનાં ઠેકાણાં પર હુમલા કર્યા હતા.