મંગળવારે સવારે પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરીને કહ્યું કે, 'ભારતીય વાયુ સેનાએ નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યુ, પાકિસ્તાની વાયુ સેનાએ તરતજ કાર્યવાહી કરી. ભારતીય વિમાન પાછા ચાલ્યા ગયા.'
2/7
પાકિસ્તાનના રક્ષા વિશેષજ્ઞ કમર ચીમાએ કહ્યું કે, હાલમાં આપણે પણ પાકિસ્તાન સરકારના સત્તાવાર નિવેદનની રાહ જોવી જોઇએ. તેમને કહ્યું કે, ભારતીય સરકાર ચૂંટણીને જોઇએ આ પ્રકારનો માહોલ બનાવી રહી છે.
3/7
જમ્મુ-કાશ્મીરના પૂ્ર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું કે, જો આ વાત સાચી છે તો બહુ મોટી કાર્યવાહી છે. આપણે આ વાત પર ભારત સરકારના સત્તાવાર નિવેદનની રાહ જોવી જોઇએ. હાલમાં એ જોવાનું રહ્યું કે, પાકિસ્તાન આ કાર્યવાહીનો કેવી રીતે જવાબ આપે છે.
4/7
આતંકી ઠેકાણાં પર હુમલમાં કેટલું નુકશાન પહોંચ્યુ છે, તેની માહિતી હજુ સુધી નથી મળી શકી. કાશ્મીરમાં એલઓસી પર તનાવની સ્થિતિ છે. એરફોર્સ બેઝમાં હાઇ એક્ટિવિટી જોવા મળી રહી છે.
5/7
મોડી રાત્રે લગભગ 3.30 વાગે ભારતીય જેટે પાકિસ્તાનની અંદર ટારગેટ કર્યા છે. પુલવામાં હુમલા બાદથી જ ભારત તરફથી મોટી કાર્યવાહીના સંકેત આપવામાં આવી રહ્યાં હતાં.
6/7
સુત્રોના આધાર પર કહેવાઇ રહ્યું છે કે, મિરાજ ફાઇટર જેટે પાકિસ્તાનના આતંકી કેમ્પોને ધ્વસ્ત કરી દીધા છે. પાકિસ્તાનની સેનાએ ખુદ આ વાતને સ્વીકારી છે કે ભારતના વિમાન સીમા પાર કરીને પાકિસ્તાની વિસ્તારમાં ઘૂસ્યા.
7/7
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાંઓ પર મોટી કાર્યવાહીના સમાચારો આવી રહ્યાં છે. ભારતના 12 મિરાજ 2000 જેટએ પાકિસ્તાનમાં 1000 કિલોમાં બૉમ્બ ફેંક્યા છે. જોકે અત્યાર સુધી ભારતીય વાયુસેના તરફથી સ્પષ્ટ કરવામાં આવી છે.